AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી

કેન્દ્ર સરકારે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દીધી છે. તેમને હવે Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Breaking News : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી
| Updated on: May 25, 2023 | 12:07 AM
Share

કેન્દ્ર સરકારે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દીધી છે. તેમને હવે Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

11 જેટલા સુરક્ષા કર્મચારીઓનો Y કેટેગરીની સુરક્ષામાં સમાવેશ થાય છે. મહેતવાનું છે કે બાબા પાસે બે PSO પણ છે. પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકારે તેમને Y શ્રેણીની સુરક્ષા આપી છે. આ આદેશ મધ્યપ્રદેશના કાયદો અને વ્યવસ્થા સુરક્ષાના આઈજી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અંગેની નકલ તેણે અન્ય રાજ્યોના પોલીસ વિભાગને પણ મોકલી છે.

y catagory

બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં જર્મન ટેકનોલોજીના મંડપમાં વીવીઆઈપી અને આમંત્રિતો બેસશે. તો અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધામ સરકારના દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચાણક્યપુરી વિસ્તારમાં 130 બાય 130નો વિશાળ મંડપ લગાવાઈ રહ્યો છે. આ જર્મન ટેકનોલોજીના મંડપમાં વીવીઆઈપી અને આમંત્રિતો બેસશે. તો અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે. બાબાના દિવ્ય દરબાર સમયે 2 હજારથી વધુ સ્વયંસેવક સેવા આપશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક નિયમનની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં વ્યવસ્થાની વાત કરીએ તો ચાણક્યપુરીમાં સેક્ટર 6ના મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સમયે જર્મન ટેકનોલોજીવાળો મંડપ ઊભો કરાશે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની શક્યતાને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ બંદોબસ્ત સાથે 500 બાઉન્સર પણ ખડેપગે રહેશે. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે VIP મહેમાનોને અલગથી એન્ટ્રી અપાશે.

જે.જે. હોસ્પિટલ તરફથી VIP મહેમાનોને એન્ટ્રી મળશે. એટલું જ નહીં આસપાસના ચાર પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે. તો દર્શનાર્થી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાપીઠમાં દર્શનાર્થીઓ રોકાઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">