AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ

કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.

Breaking News : કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ
Kutch Earthquake
| Updated on: Apr 08, 2023 | 10:18 PM
Share

કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.જેમાં 8. 14 મિનિટે રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.  આ ઉપરાંત 05 એપ્રિલના રોજ  અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.અમરેલી સાવરકુંડલાના મીતીયાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભૂકંપના આચકા અનુભવાયા છે. જેમાં સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી અને ખાંભા ગીર વિસ્તારનાં નાની ધારી, વાંકીયા, ભાડ, નાના વિસાવદર, ઇંગોરાળા ગામમાં આંચકા અનુભવાયા હતા.

ફેબ્રુઆરી-માર્ચમાં વારંવાર ધ્રુજી ગુજરાતની ધરા

  • 20 માર્ચે બપોરે 2 કલાકે સૌરાષ્ટ્રમાં માંગરોળથી 57 કિમી દૂર 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • 20 માર્ચે સવારે 7.35 કલાકે કચ્છના ભચાઉથી 10 કિમી દૂર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 13 માર્ચે બપોરે 3.58 કલાકે કચ્છના બેલાએ 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 11 માર્ચે બપોરે 4.53 કલાકે ગીર સોમનાથના ઉનામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 11 માર્ચે બપોરે 4.25 કલાકે કચ્છના દુધઇમાં ભૂકપ 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 10 માર્ચના રોજ રાત્રે 7.1 કલાકે કચ્છના ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 8 માર્ચના રોજ વહેલી સવારે કચ્છમાં 3.42 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
  • 4 માર્ચના રોજ સવારે કચ્છમાં 10.49 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 27 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1:42 મિનીટે અમરેલીના ખાંભા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલા 4.3ની તીવ્રતાના ભૂકંપના કારણે રાજકોટમાં આંચકા અનુભવાયા.
  • 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11.50 કલાકે અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • 23 ફેબ્રુઆરીએ રાત્રે 11.35 કલાકે અમરેલીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો
  • 23 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 9.6 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો.
  • 20 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 19 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">