Valsad Breaking News : વલસાડની ઉંમરગામ GIDCમાં એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત અને એક વ્યક્તિ ઘાયલ

|

Oct 08, 2023 | 4:05 PM

વલસાડની ઉંમરગામ GIDCમાં આવેલ એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ બ્લાસ્ટમાં એક કામદારનું મોત થયું હોવાની વાત સામે આવી છે જોકે એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર અર્થે ખસેડાયો છે.

Valsad Breaking News : વલસાડની ઉંમરગામ GIDCમાં એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત અને એક વ્યક્તિ ઘાયલ

Follow us on

વલસાડના ઉંમરગામ GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. સેનોવાટીક ઈંડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થયો છે. આ ગંભીર બ્લાસ્ટમાં એક કામદારનું મોત થયું અને એક ઘાયલ થયો છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ઉંમરગામ પોલીસ સહીત ફાયરની ટિમ સ્થળ પર પહોચી છે.

વલસાડના ઉમરગામમાં આવેલી સ્ટીલની ટાંકીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના ઘટી છે. જેમાં બ્લાસ્ટ થવાનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસએ સમગ્ર મુદ્દે તપાસ પણ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સેનોવાટીક ઈંડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થયો છે.

આ અગાઉ વલસાડ જિલ્લામાં મોડી રાત્રે સરીગામ GIDCમાં પણ બ્લાસ્ટની ઘટના બની હતી. આ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ફાયર વિભાગે આગ ઓળવવાની કામગીરી કરી હતી પરંતુ આગ ઓલવવા જહેમત દરમ્યાન જ આગની ઝપેટમાં બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : Valsad News : મોતનો વધુ એક બ્રિજ તૈયાર ! જોરાવાસણના બ્રિજની ખસ્તા હાલત, જુઓ Video

આજે શનિવારે વલસાડના ઉમરગામ GIDCએએમ બનેલી ઘટનમાં પણ આ જ પ્રકારની ઘટના બની જેમાં સ્ટીલની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાં જ ત્યાં હાજર લોકોમાં અફરા તફરીનો માહોલ છવાયો હતો. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે લઈ જવાયો છે. ઘટના કયા કારણથી બની. કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ બેદરકારી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:02 pm, Sat, 7 October 23

Next Article