AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જિલ્લા પંચાયતોમાં ભાજપને ઝટકો ! બહુમતી છતાં આણંદ-મોરબીમાં કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા, જાણો કારણ

આણંદ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પહેલીવાર સત્તા બે ભાગમાં વહેંચાઈ છે. અહીં કુલ 40 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ખાતામાં ગયું છે.

Breaking News : જિલ્લા પંચાયતોમાં ભાજપને ઝટકો ! બહુમતી છતાં આણંદ-મોરબીમાં કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા, જાણો કારણ
bjp
| Updated on: May 25, 2026 | 1:03 PM
Share

ગુજરાતની બે મહત્વની જિલ્લા પંચાયતો આણંદ અને મોરબીમાં બહુમતી હોવા છતાં ભાજપ પ્રમુખ પદ ગુમાવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. બંને જિલ્લાઓમાં રોસ્ટર અને અનામત કેટેગરીના કારણે કોંગ્રેસના ઉમેદવારો પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે.

આણંદમાં ભાજપને બહુમત પણ પ્રમુખ પદો કોગ્રેસના ઉમેદવાર

આણંદ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પહેલીવાર સત્તા બે ભાગમાં વહેંચાઈ છે. અહીં કુલ 40 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ખાતામાં ગયું છે. પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદે કોંગ્રેસના ગૌરીબહેન તડવી ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ અને વિવિધ સમિતિઓ પર ભાજપનો કબજો રહેશે.

ભાજપ માટે આ પરિસ્થિતિ સ્થાનિક નેતાઓની બેદરકારીના કારણે સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રમુખ પદ માટે ભાજપના દાવેદાર મયુરી પટેલનું ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરાવવામાં આવ્યું હતું. તેમણે નામાંકન સાથે મહારાષ્ટ્ર રાજ્યનું અનુસૂચિત જનજાતિ (ST) સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, પરંતુ જરૂરી માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ ન કરી શકતા તેમનું ફોર્મ રદ કરાયું હતું. પરિણામે કોંગ્રેસના ગૌરીબહેન તડવી બિનહરીફ રીતે પ્રમુખ પદે ચૂંટાયા હતા.

મોરબીમાં આદિજાતિ મહિલા માટે અનામત

બીજી તરફ મોરબી જિલ્લા પંચાયતમાં પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસને મળ્યું છે. મોરબીમાં ભાજપે 17 બેઠકો અને કોંગ્રેસે 7 બેઠકો જીતેલી હતી. અહીં રોટેશન મુજબ પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હતું. ભાજપ પાસે જીતેલી કોઈ ST મહિલા સભ્ય ન હોવાથી કોંગ્રેસના નેકનામ બેઠક પરથી વિજેતા બનેલા ગીતાબહેન દુબરિયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ પદ સ્વીકારવું પડ્યું

રાજ્યના વિકાસ કમિશનરના આદેશ અનુસાર યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ભાજપ પાસે જરૂરી અનામત કેટેગરીનો ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ પદ સ્વીકારવું પડ્યું. જોકે ઉપપ્રમુખ પદ ભાજપના ઉમેદવારને મળ્યું હતું.

આણંદ અને મોરબીની આ પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર બહુમતી પૂરતી નથી, પરંતુ રોસ્ટર, અનામત અને દસ્તાવેજી પ્રક્રિયામાં પણ રાજકીય પક્ષોને પૂરતી સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.

Breaking News : બગદાણાથી દર્શન કરી પરત ફરતી બસને નડ્યો અકસ્માત, 2ના મોત, 22 લોકો ઈજાગ્રસ્ત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">