Breaking News : આગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી અતિભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી એક વાર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 72 કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

મેઘરાજા ફરી એક વાર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 72 કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર થાય તેવી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 જુલાઈ સુધી સતત વરસાદની શક્યતા છે. તેમજ 13થી 18 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 થી 330 જુલાઈ વચ્ચે સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ગુજરાતના અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા મળશે. જે બાદ મેઘરાજા સૌરાષ્ટ્રને પણ ધમરોળી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 12 જુલાઇથી 16 જુલાઇ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 12 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તો 13 જુલાઈએ અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની શક્યતા છે.15 જુલાઈએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.
