Breaking News : અમદાવાદ ક્રાઈમ SOGની ટીમે 10 કિલો ગાંજા સાથે 2 લોકોની કરી ધરપકડ

રાજ્યમાં નશાકારક પદાર્થો પ્રતિબંધ છે. છતા પણ અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. અમદાવાદ ક્રાઈમ SOG ની ટીમે 10 કિલો ગાંજા સાથે 2 લોકો ની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર સુરતથી ગાંજો લઈને આવ્યા હતા અને જેને નારોલમાં ગાંજાનો સપ્લાય કરવાના હતા.

Breaking News : અમદાવાદ ક્રાઈમ SOGની ટીમે 10 કિલો ગાંજા સાથે 2 લોકોની કરી ધરપકડ
AhmedabadImage Credit source: simbolic
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 11:52 AM

Crime News : રાજ્યમાં નશાકારક પદાર્થો પ્રતિબંધ છે. છતા પણ અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. અમદાવાદ ક્રાઈમ SOG ની ટીમે 10 કિલો ગાંજા સાથે 2 લોકો ની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર સુરતથી ગાંજો લઈને આવ્યા હતા અને જેને નારોલમાં ગાંજાનો સપ્લાય કરવાના હતા.

આ પણ વાંચો : Ahmedabad: સરકારી નીતિના કારણે છેલ્લા 14 વર્ષમાં રાજ્યની 600થી વધુ ગ્રાન્ટેડ શાળાના પડી ગયા પાટીયા, વર્ગદીઠ મળતી ગ્રાન્ટમાં શાળાઓને ટેક્સ ભરવાના પણ ફાંફા

તો બીજી તરફ સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા અમરોલી આવાસમાંથી ઝડપાયો છે. ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર અને ચીના કાકુજી વચ્ચે ગેંગ વોર ચાલે છે. જેથી ડ્રગ્સ માફીયા ચિનો પિસ્તોલ લઇને ફરતો હોવાનું બહાર આવ્યું હતું. ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ હાલ જામીન પર બહાર છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સુરતમાંથી મળ્યો હતો 42 કિલો ગાંજો 

તો આ અગાઉ વડોદરાના ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વડોદરા રેલવે SOG અને NDPSના પેટ્રોલિંગ દરમિયાન ગાંજાના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. કોચ નંબર 2 અને 3ના કોરિડોર વચ્ચે તપાસ દરમિયાન બિનવારસી હાલતમાં 5 કિલો ગાંજાનો ભરેલો થેલો મળ્યો હતો. હાલ રેલવે પોલીસે NDPS એક્ટ મુજબ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તો આ તરફ આ અગાઉ  સુરતમાં એસ.ઓ.જી. અને કતારગામ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને 4.28 લાખનો 42.800 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આ ઘટનામાં ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થઈ જનારા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીહતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">