AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: GLS કોલેજ બહાર આતંક મચાવનાર આદિત્ય રાઠોડ 2 મહિના બાદ પોલીસના જાળમાં ફસાયો

અમદાવાદની GLS કોલેજ બહાર યુવક પર હુમલો કરી કારના કાચ તોડી ફરાર થયેલા આદિત્ય રાઠોડને પોલીસે ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું.

Breaking News: GLS કોલેજ બહાર આતંક મચાવનાર આદિત્ય રાઠોડ 2 મહિના બાદ પોલીસના જાળમાં ફસાયો
Breaking News Ahmedabad Aditya Rathod Arrested in GLS College Attack Case After Two MonthsImage Credit source: AI Generated
| Updated on: May 12, 2026 | 2:26 PM
Share

અમદાવાદમાં GLS કોલેજ બહાર થયેલા હુમલાના કેસમાં શહેર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે મહિનાથી ફરાર રહેલો મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસ દ્વારા આરોપીની ગાંધીનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આદિત્ય રાઠોડ કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

માહિતી અનુસાર 9 માર્ચ, 2026ના રોજ અમદાવાદની GLS કોલેજ બહાર સામાન્ય બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. આરોપી આદિત્ય અને તેના સાગરિતોએ કારમાં બેઠેલા ફરિયાદી યુવક પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ફરિયાદીના નિવેદનના આધારે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શહેર ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ટીમો સતત આરોપીની શોધખોળમાં લાગી હતી. લાંબા સમયથી પોલીસથી બચી રહેલો આદિત્ય આખરે ગાંધીનગરમાંથી ઝડપાઈ ગયો.

પોલીસે આરોપી સાથે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું

ધરપકડ બાદ પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ ફરીથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેથી કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી શકાય. તપાસ દરમિયાન અન્ય સાગરિતોની સંડોવણી પણ સામે આવી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આરોપીની છે ક્રિમિનલ હિસ્ટ્રી

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આદિત્ય રાઠોડ અગાઉ પણ કાયદાની ઝપેટમાં આવી ચૂક્યો છે. સગીર વયમાં તેના વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો હતો. હવે ફરી એકવાર ગંભીર ગુનામાં નામ સામે આવતા પોલીસે તેની ક્રિમિનલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેર એક્શનમાં આવી

શહેરમાં સતત વધી રહેલી આવી ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા પણ વધી રહી છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની બહાર બનેલી હિંસક ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. પોલીસનું કહેવું છે કે કેસમાં સામેલ અન્ય આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Astro Tips: Vish Yog 2026: ગ્રહોના અશુભ મિલનથી આજે બનશે વિષ યોગ, આ રાશિઓની વધી શકે ચિંતા!

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">