Breaking News : સંતરામપુર બાયપાસ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત,2ના મોત, અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે તુફાન ગાડીમાં સવાર 14ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
અકસ્માતમાં તુફાન ગાડી ચૂરેચૂરા થઈ ગઈ છે. અકસ્માત સર્જાતા તાત્કાલિક ધોરણે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરતા ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં 2 લોકોના મોત
પ્રાપ્તથતી માહિતી અનુસાર સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. તુફાન ગાડીમાં સવાર 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જો કે સંતરામપુરમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ગઈકાલે પોરબંદરની ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જ્યો હતો. મળતી માહિતી અનુસાર દેગામ નજીક બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારે અકસ્માત થતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોમગાર્ડના જવાનોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. ચૂંટણીમાં ફરજા બજાવવા જતા હોમગાર્ડ જવાનો આખરે વિદ્યાર્થીઓની મદદ કરવા પહોંચ્યા હતા. સદનસીબે અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અન્ય બસ મારફતે વિદ્યાર્થીઓને ઘર પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો