AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં પ્રસર્યો આ રોગચાળો, 8ના મોત, 7 સારવાર હેઠળ , જુઓ Video

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તેની સાથે સાથ ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. એવામાં મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.

Breaking News : ગુજરાતમાં પ્રસર્યો આ રોગચાળો, 8ના મોત, 7 સારવાર હેઠળ , જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2025 | 11:37 AM
Share

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તેની સાથે સાથ ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. એવામાં મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખીથી દાહોદના એક વર્ષના બાળકનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. ત્યારે હજુ 3 બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

3 બાળકો પૈકી 2 બાળકોની PIC વિભાગમાં સારવાર ચાલુ છે. તો અન્ય એક બાળકની તબિયતમાં સુધારો છે. 20 જૂનથી અત્યાર સુધીમાં 15 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. જે પૈકી 8 બાળકોના મોત નિપજ્યા છે. બાળકોમાં વધી રહેલા શંકાસ્પદ વાયરસના લક્ષણોના કારણે બાળકોના માતા-પિતાઓમાં પણ હાલ ડરનો માહોલ છે.

20 જૂનથી અત્યાર સુધી 15 શંકાસ્પદ કેસ નોંધાયા

આ વાયરસ 8 વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળે છે અને સેન્ડ ફ્લાય નામની માખીથી થાય છે મહત્વની વાત તો એ છે કે માખીથી થતો આ રોગ એટલો ખતરનાક છે કે આ વાયરસથી દર્દી કોમામાં જઈ શકે છે કે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ વાઈરસથી 75 ટકા જેટલો મૃત્યુદર છે. મહત્વની વાત એ પણ છે કે આ વાયરસથી થતા રોગ માટે હજુ સુધી કોઈ એન્ટી વાયરસ દવા પણ બની નથી.

લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલાયા

શંકાસ્પદ ચાંદીપુરાથી થયેલા મોત મામલે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના ચાર બાળકને સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે પૈકી એક વર્ષના દાહોદના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકની સારવાર ચાલું છે. સારવાર માટે આવેલા બાળકોના લોહીના નમૂના ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે ?

તાવ માથાનો દુખાવો જેવા લક્ષણો

ઊલટી, ઝાડા ગરદનમાં ખેંચાણ

કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો

ચાંદીપુરાથી બચવા શું કરશો?

ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી

મચ્છર-માખીનો ઉપદ્રવ અટકાવવો

લક્ષણો દેખાતા જ ડૉક્ટરની સલાહ લેવી

ચાંદીપુરા કેટલો ખતરનાક ?

8 વર્ષથી નાના બાળકોમાં ચાંદીપુરા જોવા મળે છે

સારવાર માટે કોઈપણ એન્ટી વાઈરસ દવા નથી

એડવાન્સ સ્ટેજમાં કોમા અને મૃત્યુ જેવું જોખમ

આ વાઈરસનો 75% સુધીનો મૃત્યુદર

વાઈરસ સીધો મગજ પર અસર કરે છે

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">