AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મિત્રના લગ્નમાં જઇ રહેલા 5 યુવકોની કારને નડ્યો અકસ્માત, 2ના ઘટનાસ્થળે જ મોત, 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જૂનાગઢના મેદરડા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત થયું છે અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના મેદરડાનાં ગઢાળી ગામે નજીક બની હતી. 5 મિત્રો પોતાના એક મિત્રના લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા તે સમયે આ ગંભીર અકસ્માત થયો હતો.

Breaking News : મિત્રના લગ્નમાં જઇ રહેલા 5 યુવકોની કારને નડ્યો અકસ્માત, 2ના ઘટનાસ્થળે જ મોત, 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2025 | 11:34 AM
Share

જૂનાગઢના મેદરડા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત થયું છે અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના મેદરડાનાં ગઢાળી ગામે નજીક બની હતી. 5 મિત્રો પોતાના એક મિત્રના લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા તે સમયે આ ગંભીર અકસ્માત થયો હતો.

ગઈ કાલે, લગ્ન માટે ખરીદી કરવા માટે પાંચ મિત્રો કાર લઈને નીકળ્યા હતા. પરંતુ ગઢાળી નજીક એક વળાંક પર કાર નિયંત્રણથી બહાર થઈને નદીમાં ખાબકી ગઈ. અકસ્માતમાં મહિપાલ કુબાવત અને કીશન કાવાણીનું ઘટનાસ્થળે મોત થયું.  અન્ય ત્રણ વ્યક્તિઓ ધ્રુવીક પટેલ, વીમલ રાણપરીયા અને જયમીક પ્રજાપતિને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના એ સમયે બની જ્યારે મિત્રો પોતાના ખાસ મિત્રના લગ્નના આયોજનમાં વ્યસ્ત હતા.

મિત્રોનો આ ખુશી અને આનંદનો પ્રસંગ હવે શોકમાં ફેરવાઈ ગયો છે. પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે વ્યવસ્થા કરી છે. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે આ વળાંક ખાસ જ જોખમી છે અને વાહન ચાલકોએ આ પ્રકારની જગ્યાઓમાં વધુ સાવધાની રાખવી જોઈએ.

ભાવનગરમાં અકસ્માતમાં એકનું મોત

ભાવનગર જિલ્લાના પાલીતાણાના મુખ્ય માર્ગ પર ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં 1નું મોત થયુ છે, તો 20થી 25 લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને પાલીતાણાની માનસીજી હોસ્પિટલ ખસેડાયા છે.

બનાસકાંઠામાં ડમ્પર અને ટ્રેલર અકસ્માતમાં એકનું મૃત્યુ

આ તરફ બનાસકાંઠામાં ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયુ છે. ડીસા-રાધનપુર હાઈવે પર થરા બ્રિજ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અચાનક ઉભુ રહી જતા પાછળથી આવી રહેલુ ટ્રેલર અથડાયુ હતુ. ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલરચાલકનું સ્થળે જ મોત થયુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">