Breaking News: ડમી કાંડમાં વધુ 5 આરોપીઓ ઝડપાયા, આરોપીઓએ ધોરણ 10 તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી, યુવરાજસિંહના સાળા કાનભાના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગર ડમી પેપર કાંડમાં પોલીસે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગત રોજ પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી હતી. . આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજના નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો. આ ઘટનામાં આજે વધું પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર ડમી પેપર કાંડમાં પોલીસે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગત રોજ પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી હતી. . આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજના નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો. આ ઘટનામાં આજે વધું પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડમી કાંડમાં અત્યાર સુધી કુલ 38 વિરૂદ્ધ ફરિયાદ થઇ છે અને અત્યાર સુધીમાં 19 આરોપીઓ ઝડપાયા છે.
પોલીસે આજે જે આરોપીઓની ધરપકડ કરી છે તે આરોપીઓઓ ધોરણ 10માં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી તરીકે પરીક્ષા આપી હતી. આરોપીઓના નામ હસમુખ પુનાભાઈ ભટ્ટ, જયદીપ બાબભાઇ ભેડા, દેવાંગ રામાનુજ યોગેશભાઈ, યુવરાજ સિંહ જીતેન્દ્રસિંહ પરમાર, તથા જાની હિરેનકુમાર રવિશંકર છે.
ગત રોજ 6 આરોપીઓને કરવામાં આવ્યા હતા જેલ હવાલે
ગત રોજ પોલીસે પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી છે. આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજના નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો અને બિપિને જ યુવરાજના 55 લાખ લીધાનો દાવો કર્યો હતો. તો આ જ વીડિયોમાં ઘનશ્યામનું પણ નામ સામે આવ્યું હતું કે જેણે પૈસાની લેતીદેતી કરી હતી.
તેમજ ભાવનગરમાં ડમી કાંડના વધુ છ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. ગત રોજ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીને જેલમાં મોકલી અપાયા હતા. ડમી કાંડમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
ડમી કાંડમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ જેલમાં બંધ છે. મહત્વનું છે કે 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જેથી કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…