AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર, 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર યુવરાજસિંહ

ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી , જોકે યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે.

Breaking News: ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર, 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર યુવરાજસિંહ
| Updated on: Apr 22, 2023 | 11:31 PM
Share

ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી , જોકે યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે.

ડમી પેપર કૌભાંડમાં યુવરાજસિંહ પર આગળની પોલીસ કાર્યવાહી શરૂ

ગત કાલે રાત્રે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ નિલમબાગ પોલીસ મથક માં યુવરાજસિંહ ની ધરપકડ કરવામાં આવી હતી અને યુવરાજ સિંહને આખીરાત લોકઅપ માં રાખવામાં આવ્યો હતો. મેડિકલ થયા બાદ પોલીસ રિમાન્ડ માટે કોર્ટ માં લઈ ગઈ હતી. બાદમાં આજે  યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો; Gujarati Video: ડમી કૌભાંડમાં રેન્જ IGની સ્પષ્ટતા, યુવરાજ પાસે રાજકીય નેતાઓની સંડોવણીના કોઇ પુરાવાઓ નથી

રાજ્યમાં ગાજી રહેલા ડમી કૌભાંડમાં રેન્જ IG ગૌતમ પરમારે સ્પષ્ટતા કરી છે કે યુવરાજ સિંહ જાડેજા પાસે સંડોવણીના કોઈ પુરાવા નથી. રેન્જ આઇજીએ જણાવ્યું હતું કે નેતાઓની સામેલગીરીના કોઈ પણ પુરાવા ન હોવાનું યુવરાજે નિવેદન આપ્યું છે. યુવરાજે કેટલાક લોકોના કહેવાથી નેતાઓના નામ આપ્યા હતા. તેમજ યુવરાજે જણાવ્યું હતું કે, મને કોઈ ધમકી મળી નથી.

ડમી કૌભાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો.

યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માગણી કરી હતી. જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">