Breaking News: માંગરોળમાં 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, જલેબી હનુમાન મંદિરે વૈદિક વિધિ સાથે કરાયો કાર્યક્રમ, Watch Video

| Edited By: | Updated on: Jun 20, 2026 | 3:06 PM

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 જેટલા આદિવાસી પરિવારોની ઘર વાપસી કરાવવામાં આવી હતી.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 જેટલા આદિવાસી પરિવારોની ઘર વાપસી કરાવવામાં આવી હતી.

તમામ પરિવારોનું સ્વાગત કરવામાં આવ્યું

મંદિરના પટાંગણમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 21 મહિલાઓ, 20 પુરુષો તેમજ બાળકો અને યુવાનો સહિત કુલ 47 જેટલા લોકો સામેલ થયા હતા. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ પરિવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવવાનો સંદેશ આપ્યો

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને ધાર્મિક આગેવાનોએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામેલ પરિવારોને સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

વ્યસનોથી દૂર રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

ઘર વાપસી કાર્યક્રમની એક વિશેષતા એ પણ રહી કે તેમાં જોડાયેલા લોકોએ વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો હતો. ઉપસ્થિત લોકોએ દારૂ, તમાકુ અને અન્ય વ્યસનોથી દૂર રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના સંકલ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સામાજિક કાર્યકરો અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને વૈદિક મંત્રોના ગુંજતા સ્વરો વચ્ચે ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.

Breaking News: યુસુફ પઠાણને મોટો ઝટકો ! પાલિકા દબાણવાળા પ્લોટનો કબજો લઈ કરશે હરાજી

 

Follow Us