Breaking News: યુસુફ પઠાણને મોટો ઝટકો ! પાલિકા દબાણવાળા પ્લોટનો કબજો લઈ કરશે હરાજી
વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ તાંદલજાના વિવાદિત પ્લોટ સહિત કુલ સાત પ્લોટની હરાજી માટે મંજૂરી આપી છે. આ પ્લોટોમાં એક એવો પ્લોટ પણ સામેલ છે, જેના પર પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા દબાણ કરાયું હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે.
વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ તાંદલજાના વિવાદિત પ્લોટ સહિત કુલ સાત પ્લોટની હરાજી માટે મંજૂરી આપી છે. આ પ્લોટોમાં એક એવો પ્લોટ પણ સામેલ છે, જેના પર પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા દબાણ કરાયું હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે.
જાહેર હરાજી કરશે
સ્થાયી સમિતિ દ્વારા આ તમામ પ્લોટની અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. યુસુફ પઠાણ સાથે સંકળાયેલા વિવાદિત પ્લોટની અપસેટ વેલ્યુ આશરે 2.10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે પાલિકા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પ્લોટનો કબજો પરત મેળવ્યા બાદ તેની જાહેર હરાજી કરશે.
આ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, યુસુફ પઠાણે હાઇકોર્ટ સમક્ષ વધુ સમયની માંગ કરી છે. હાઇકોર્ટ જે પ્રકારના નિર્દેશ આપશે તેના આધારે પાલિકા આગળની કાર્યવાહી કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે પ્લોટ પર દબાણ ભલે કરવામાં આવ્યું હોય, પરંતુ જમીનની માલિકી પાલિકાની જ છે.
સાત પ્લોટને વેચાણ માટે તૈયાર
વર્ષાબેન વ્યાસે વધુમાં કહ્યું કે પાલિકા કાયદેસર રીતે પ્લોટનો કબજો મેળવશે અને ત્યારબાદ તેની હરાજી પ્રક્રિયા હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરની વિવિધ જગ્યાએ આવેલા સાત પ્લોટને વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. હરાજી પ્રક્રિયાથી પાલિકાને આવક મળશે અને વિવાદિત મિલકતોના પ્રશ્નોનો પણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
Ambalal Patel Predictions: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે બેસશે ચોમાસુ
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

