Breaking News: ઈડરના બ્રહ્મપુરીમાં 2 બાળકોના મોત, ઉલટી કર્યા બાદ 24 કલાકમાં બંનેએ જીવ ગુમાવ્યો, પિતા સારવાર હેઠળ

રાત્રે ખેતરની ઓરડી પર જમવાનુ જમીને સુઈ ગયા બાદ એકાએક જ બાળકની તબિયત બગડી હતી. ઉલટીઓ કર્યા બાદ બાળક મોતને ભેટ્યુ હતુ. જેને કારણ બાળકને લઈ પરિવાર વતન પોશીના તાલુકાના ગણવા ગામે પહોંચ્યુ હતુ. જ્યા શુક્રવારે બીજા બાળકની તબિયત લથડી હતી અને ઉલટીઓ કરવા લાગ્યુ હતુ.

Breaking News: ઈડરના બ્રહ્મપુરીમાં 2 બાળકોના મોત, ઉલટી કર્યા બાદ 24 કલાકમાં બંનેએ જીવ ગુમાવ્યો, પિતા સારવાર હેઠળ
ઈડરના બ્રહ્મપુરીમાં 2 બાળકોના મોત
Follow Us:
| Updated on: Aug 04, 2023 | 10:45 PM

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બ્રહ્મપુરી વિસ્તારમાં ખેત શ્રમિક તરીકે કામ કરતા એક પરિવાર પર આભ તૂટ્યુ છે. પરિવારે ગુરુવારે રાત્રે ખેતરની ઓરડી પર જમવાનુ જમીને સુઈ ગયા બાદ એકાએક જ બાળકની તબિયત બગડી હતી. ઉલટીઓ કર્યા બાદ બાળક મોતને ભેટ્યુ હતુ. જેને કારણ બાળકને લઈ પરિવાર વતન પોશીના તાલુકાના ગણવા ગામે પહોંચ્યુ હતુ. જ્યા શુક્રવારે બીજા બાળકની તબિયત લથડી હતી અને ઉલટીઓ કરવા લાગ્યુ હતુ. જેનુ પણ બાદમાં મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

આ દરમિયાન પરિવારમાંથી બંને બાળકના પિતાની પણ તબિયત વધારે બગડતા અને ઉલટીઓ કરતા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા મૃતકના પિતાને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવાને લઈ તેમને સારવાર આપવામાં આવી હતી. જોકે પરિવારના અન્ય પાંચ સભ્યોની સ્થિતિ સ્થિર હોવાનુ સુત્રો દ્વારા વિગતો જાણમાં આવી હતી.

ઈડર પોલીસે શરુ કરી તપાસ

ઘટના અંગે સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રુમને જાણકારી પોશીનાથી મળી હતી. જેને લઈ ઈડર પોલીસ તંત્ર સતર્ક થયુ હતુ. ઈડર, પોશીના અને ખેડબ્રહ્મા પોલીસે સંકલન કરીને ઘટના અંગે તપાસ શરુ કરી હતી અને પ્રાથમિક વિગતો મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. બંને બાળકોના મોત થવાના કારણને સ્પષ્ટ રીતે જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈડર પોલીસની ટીમ આ માટે ખેડબ્રહ્મા પહોંચી હતી અને જ્યાં પોલીસ દ્વારા સારવાર હેઠળ રહેલા પરિવારની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી મેળવવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ  Breaking News: રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કયા શહેરોમાં નવા અધિકારી મૂકાયા

જમ્યા બાદ તબિયત બગડી

આ અંગે ઈડર DySP સ્મિત ગોહિલ અને ઈડર PI પીએમ ચૌધરી દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જે માટે હોસ્પિટલ પર પહોંચેલી ટીમને તબિબો દ્વારા પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે, રાત્રી દરમિયાન છાસ અને ખિચડી પરિવાર જમ્યો હતો અને બાદમાં તેઓની તબિયત એક બાદ એક લથડી હતી. પોલીસે હવે ઘટના અંગે વૈજ્ઞાનિક ઢબથી તપાસ કરવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી ફુડ પોઈઝનિંંગ કે અન્ય કોઈ કારણ હોવા અંગેની તમામ શંકાઓને દૂર કરીને બાળકોના મોતનુ સ્પષ્ટ કારણ જાણી શકાય.

આ પણ વાંચોઃ  Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">