AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 24 કલાકમાં 30 જિલ્લાના 173 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો

વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે અનેક સ્થળોએ ગરનાળાઓમાં પાણી ભરાતા બંધ થયા છે.

Breaking News : 24 કલાકમાં 30 જિલ્લાના 173 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 10:08 AM
Share

Monsoon 2023 : રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 173 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. સૌથી વધુ આણંદ જિલ્લાના ખંભાતમાં (Khambhat) 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તો ખેડાના (Kheda) નડિયાદમાં વરસ્યો સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે અનેક સ્થળોએ ગરનાળાઓમાં પાણી ભરાતા બંધ થયા છે.

આ પણ  વાંચો-Breaking News : રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુકાઇ શકે છે પવન, જુઓ Video

ગુજરાતના 66 તાલુકામાં એક ઇંચથી લઇને પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.  નવસારીના જલાલપોરમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો અરવલ્લીના મોડાસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર શિહોરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

જાણો સીઝનનો કેટલો વરસાદ વરસ્યો

કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો 87.44 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 31.14 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ-મધ્યમાં અત્યાર સુધીમાં 24.36 ટકા વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં 50.34 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 27.09 ટકા વરસાદ વરસ્યો છે.

સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં વરસ્યો વરસાદ

વહેલી સવારે વરસેલા વરસાદની વાત કરીએ તો જૂનાગઢના માણાવદરમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સુરતના ચોર્યાસીમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદને કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદને કારણે ગિરનાર પર્વત પર લીલોતરી છવાઇ છે. ડેમ આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. વડિયા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. તોરી, અરજણ સુખ, રામપુર, ખીજડિયા, મોરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે સુરવો ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">