Breaking News : રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુકાઇ શકે છે પવન, જુઓ Video

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ અને 40 કિમીની ઝડપે પવન ફુકાઇ શકે છે.

Breaking News : રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુકાઇ શકે છે પવન, જુઓ Video
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 06, 2023 | 10:07 AM

 Monsoon 2023 : હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ અને 40 કિમીની ઝડપે પવન ફુકાઇ શકે છે.

આ પણ વાંચો : Monsoon 2023 : અમદાવાદમાં વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ

રાજ્યમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તેમજ અમદાવાદમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમજ સુરેન્દ્રનગર,મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, નવસારી અને નર્મદા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

અમરેલી સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ

રાજ્યમાં હવામાન વિભાગ અનુસાર આજે  6 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, જામનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ  વલસાડ,દમણમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. તો આવતી કાલે 7 જુલાઈએ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

નવસારી,વલસાડ, દમણમાં યેલો એલર્ટ

આ ઉપરાંત રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં  યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો  સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

તો બીજી તરફ 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તો આ તરફ મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણમાં યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ 9 જુલાઈએ  જામનગર, મોરબી,કચ્છ,દ્વારકા ,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ

આજે ગુરુવારે અમદાવાદ, અમરેલી,ભરુચ,છોટાઉદેપુર,ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર,મહેસાણા અને વડોદરામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી, પંચમહાલ,પાટણ,સાબરકાંઠા, સુરત અને તાપી જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">