રાણપુર તાલુકાના અળવ ગામના બે 20 વર્ષીય યુવાન મિત્રોએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત
પિતા અવારનવાર ખેતીકામમાં મદદ કરવા માટે ટકોર કરીને ઠપકો આપતા રહેતા હતા, પિતાના ઠપકાથી લાગી આવતા બંને મિત્રએ રાત્રે કુંડલી ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી, બનાવની જાણ થતાં ઘટના સ્થળે ગ્રામજનો ઉમટી પડયા હતા
રાણપુર તાલુકાના અળવ ગામના બે યુવકો ગામમાં રખડપટ્ટી કરતા રહેતા હોવાથી તેના પિતાએ કામ ધંધો કરવા અને ખેતીવાડીમાં મદદ કરવા મુદ્દે ઠપકો આપતા બંન્ને મિત્રોએ એકસાથે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો.
અળવ ગામના કોળી પટેલ ૨૦ વર્ષીય બે યુવાનો જયેશભાઈ ભરતભાઈ બાવળીયા, અને રાહુલભાઇ ભરતભાઇ સલીયા બન્ને ખાસ મિત્રો હતા. બંને મિત્રો કાયમ સાથે રહેતા મૃતક જયેશભાઈના પિતા ભરતભાઈએ ગામમાં આટા ફેરા મારવા કરતા ખેતીકામમાં મદદ કરવાનું કહેતા આ પગલું ભર્યું હતું.
પિતાએ ઠપકો આપતા રાણપુર તાલુકાના અળવ ગામના યુવાને મિત્ર સાથે ટ્રેન સામે પડતું મુકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ છે. ખેતીકામમાં મદદ કરવા માટે પિતા અવારનવાર ઠપકો આપતા હતા અને તાજેતરમાં ફરવા જવા અંગે ઠપકો આપતા લાગી આવ્યું હતું.
રાણપુર તાલુકાના અળવ ગામના કોળી પટેલ પરિવારના ૨૦ વર્ષીય બે યુવાનો જયેશભાઈ ભરતભાઈ બાવળીયા અને રાહુલભાઇ ભરતભાઇ સલીયા બંને ખાસ મિત્રો હતા. અવાર નવાર સાથે ગામમાં હરતા-ફરતા રહેતા હતા. જે બાબતે જયેશભાઈના પિતા ભરતભાઈએ ગામમાં આટા ફેરા મારવા કરતા ખેતીકામમાં મદદ કરવાનું કહી ઠપકો આપતા હતા.
પિતા અવારનવાર ખેતીકામમાં મદદ કરવા માટે ટકોર કરીને ઠપકો આપતા રહેતા હતા. દરમિયાન રાત્રે 9 વાગ્યે ઘરે આવેલા જયેશને તેના પિતાએ ક્યાં ગયા હતા તેમ પુછ્યું હતું. જયેશે મિત્ર સાથે ગામમાં ફરવા ગયા હતા તેમ કહેતા પિતાએ ઠપકો આપ્યો હતો. જયેશભાઈને પિતાના ઠપકાથી મનમાં લાગી આવ્યું હતું અને તે ઘરેથી કાંઇ પણ કહ્યા વગર નિકળી ગયો હતો.
પિતાના ઠપકાથી લાગી આવતા તેણે મિત્ર રાહુલભાઈ સલીયા સાથે રાત્રે કુંડલી ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. બનાવને કારણે ગામમાં સનસનાટી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ઘટના સ્થળે ગ્રામજનો ઉમટી પડયા હતા. બંનેની લાશનું પી.એમ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Mehsana: નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, જિલ્લામાં 2.42 લાખ બાળકોને રસી અપાશે