બોટાદમાં ઝેરી દારૂકાંડમાં રાણપુર પીએસઆઇએ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગુજરાતમાં (Gujarat) ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકો વિરૂદ્ધ નોંધાયો ગુનો નોંધાયો છે જેમાંથી 13 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.જે 24 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમાં બરવાળામાં 13 અને રાણપુરના 11 આરોપી સામેલ છે.. બરવાળાની ફરિયાદમાં 13 માંથી 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.

બોટાદમાં ઝેરી દારૂકાંડમાં રાણપુર પીએસઆઇએ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Ranpur PSI File Complaint Againe 11 Peopel In Hooch Tragedy Case
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 26, 2022 | 11:57 PM

ગુજરાતના(Gujarat)  બોટાદમાં(Botad)  ઝેરી દારૂકાંડમાં(Hooch Tragedy)  રાણપુર પીએસઆઇએ પણ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી મહેન્દ્ર ઉર્ફે ગોપાલ ચુડાસમા, પીન્ટુ દેવીપૂજક, વિનોદ ઉર્ફે ફંટો કુમારખાનીયા, સંજય કુમારખાનીયા, હરેશ આંબલીયા, નસીબ છના, રાજુ, અજિત કુમારખાનીયા, ભવાન રામુ, ચમન રસિક અને ગજુ બહેન વડદરિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં બરવાળામાં નોંધાયેલી કલમો હેઠળ જ રાણપુરમાં પણ નોંધાઈ ફરિયાદ જેમાં આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલના ગલ્લેથી પોલીસને 5 લીટર કેમિકલ મળ્યુ હતુ. આરોપી મહેન્દ્ર ઉર્ફે ગોપાલે આ કેમિકલ ચોકડી ગામના પીન્ટુ પાસેથી 10 લીટર લીધુ હતુ. તેમજ ગામના અને ઓળખીતા 11થી વધુ લોકોને છૂટક છૂટક 1200 રૂપિયામાં વેચાણ કર્યું હતુ. જયારે આરોપી પીન્ટુએ વિનોદ, સંજય અને હરેશ પાસેથી 200 લીટર ખરીદ્યુ હતુ. તેમજ 5- 5 લીટરની કોથળીઓ બનાવી ગજુબેન, જટુભા, વિજય સહિતના અનેક લોકોને કેમિકલ આપ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકો વિરૂદ્ધ નોંધાયો ગુનો નોંધાયો છે જેમાંથી 13 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.જે 24 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમાં બરવાળામાં 13 અને રાણપુરના 11 આરોપી સામેલ છે.. બરવાળાની ફરિયાદમાં 13 માંથી 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે રાણપુરના 11માંથી 6 આરોપીને ઝડપી લેવાયા છે. સમગ્ર કાંડ મુદ્દે બોટાદ એસપીએ કહ્યું કે, કેમિકલમાંથી કોઈ દારૂ બનાવાયો ન હતો.. કેમિકલ સીધું પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું જેના કારણે લોકોનું મોત થયું છે..

આ ઉપરાંત 600 લીટર કેમિકલમાંથી મોટાભાગનું કેમિકલ જપ્ત કરાયું છે. 600 લીટર કેમિકલમાંથી માત્ર 65 લીટર કેમિકલ વપરાયું હોવાનો અંદાજ છે. કુલ 600 લીટરમાંથી પિંટુ પાસેથી 135 લીટર, સંજય પાસેથી 200 લીટર અને અજીત પાસેથી 140 લીટર કેમિકલ જપ્ત કરાયું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati