Bhavnagar : દિલ્હીના સીએમ કેજરીવાલે લીધી ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોની મુલાકાત, મૃતકો માટે વળતરની માંગ કરી

ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)  ભાવનગરમાં બોટાદના કથિત લઠ્ઠાકાંડના અસર ગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે સવાલ કર્યો કે  ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ કેવી રીતે આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 10:22 PM

ગુજરાતના (Gujarat) બોટાદમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં(Hooch Tragedy) 36 લોકોના મોત થયા છે. જેના પગલે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે, જો કે આ દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  ભાવનગરમાં બોટાદના કથિત લઠ્ઠાકાંડના અસર ગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે સવાલ કર્યો કે  ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ કેવી રીતે આવે છે. તો તેમજ આ કેવી ચાલે છે. તેમજ અમે માંગ કરીએ છે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને વળતર આપવામાં આવે. ગુજરાત નશાબંધી હોવા છતા ખુલ્લેઆમ દારૂ વેચાઈ છે તે પણ આશ્ચર્ય ઉપજાવે છે.

આ દરમ્યાન   SITના સભ્યો, એસ.એમ.સીનાં, એસપી નિર્લિપ્ત રાય, રેન્જ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ રોજીદ ગામ પહોંચ્યા છે. એસઆઇટી દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઝડપથી સમગ્ર ઘટનાનો અહેવાલ સોંપવામાં આવશે.

આ દરમ્યાન આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં 10માંથી એક પણ રિપોર્ટમાં દારૂનું તત્વ મળ્યું નથી. તેમજ લોહીમાં સીધું જ મિથેનોલ જોવા મળ્યું છે. જેના પગલે એક થીયરી મુજબ પાણીમાં જ કેમિકલ ભેળવીને દારૂનું નામ આપવામાં આવ્યું હોવાનો ખુલાસો છે. તેથી પોલીસ હવે તેને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ ગણાવી રહી છે

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">