ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, જૂના વાયદાઓ પૂરા ન થતા કોળી સમાજે દર્શાવ્યો વિરોધ

ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, જૂના વાયદાઓ પૂરા ન થતા કોળી સમાજે દર્શાવ્યો વિરોધ

ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો છે. અને પેટાચૂંટણીમાં આત્મારામ પરમારને મત ન આપવા સમાજને આહવાન કરવામાં આવ્યું છે. વર્ષ 2007માં આત્મારામ પરમારે કોળી સમાજની વાડી બનાવી આપવાની ખાતરી આપી હતી. 2 લાખ રુપિયાની ગ્રાન્ટ આપવાનો પત્ર પણ આપ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી ન તો કોળી સમાજની વાડી બની છે, ન તો ગ્રાન્ટ પાસ થઇ છે. કોળી સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગ્રાન્ટના પત્રની હોળી કરવામાં આવી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati