AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad Tragedy : Amos કંપનીના માલિક સમીર પટેલ સહિત પાંચ લોકોની આગોતરા જામીનની અરજી પર સેશન્સ કોર્ટ 10 તારીખે ચુકાદો આપશે

ગુજરાતમાં(Gujarat)  બોટાદ -બરવાળા ઝેરી દારૂકાંડ(Botad Tragedy)  કેસમાં આજે બરવાળા કોર્ટમાં Amos કંપનીના માલિક સમીર પટેલ સહિત પાંચ લોકોએ આગોતરા જામીનની( અરજીની સુનવણી કરી હતી. આગોતરા જામીનને લઈને કોર્ટ 10 ઓગસ્ટના રોજ ચુકાદો આપશે.

Botad Tragedy : Amos કંપનીના માલિક સમીર પટેલ સહિત પાંચ લોકોની આગોતરા જામીનની અરજી પર  સેશન્સ કોર્ટ 10 તારીખે ચુકાદો આપશે
Amos Owner Anticapotary Bail Application In Barwala Session CourtImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 5:15 PM
Share

Botad Tragedy:  ગુજરાતમાં(Gujarat)  બોટાદ -બરવાળા ઝેરી દારૂકાંડ(Botad Tragedy)  કેસમાં આજે બરવાળા કોર્ટમાં Amos કંપનીના માલિક સમીર પટેલ સહિત પાંચ લોકોએ આગોતરા જામીનની( અરજીની સુનવણી કરી હતી. જેમાં સેશન્સ કોર્ટમાં અરજીને લઇને હીયરીગ સરકારી વકીલ તરીકે ઉત્પલ દવે રહ્યા હાજર રહ્યા હતા. જેમાં વકીલની સામસામી દલીલોના અંતે 10 તારીખના રોજ આગોતરા જામીનને લઈને કોર્ટ ચુકાદો આપશે.

ગુજરાત હાઇકોર્ટ  આગોતરા જામીન  સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

આ પૂર્વે AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટે (Highcourt)  આગોતરા જામીન  સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી લીધી હતી..આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે જેની હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી હતી. સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. આ સાથે મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની હાઇકોર્ટ માં દલીલ હતી પરંતુ આરોપી તરફી તમામ દલીલોને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

SMCના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા.

બોટાદમાં થયેલા ઝેરી દારૂકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આરોપીઓના વકીલને ટકોર કરી કે “બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો?” ,આ સાથે કોર્ટે તે પણ ઉમેર્યું કે મિથેનોલ માટેના લાયસન્સ ની આકરી શરતો હોય છે અને આ સમગ્ર બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે. હાઇકોર્ટ ની સુનાવણીમાં SIT નાં તમામ તપાસ અધિકારી અને SMCના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા.

AMOSના ડાયરેક્ટર વિરુદ્ધ નોટિસ

મિથાઈલ આલ્કોહોલ કાંડ માટે પોલીસે ઉદ્યોગપતિ અને AMOS કંપનીના મેનેજીંગ સમીર પટેલ તથા તેમની કંપનીના ત્રણ ડાયરેક્ટર પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજીત ચોક્સીને લુક આઉટ નોટિસ ફટકારી છે. દેશ છોડીને ભાગી ન જાય તે હેતુથી લુકઆઉટ નોટિસ જાહેર કરી આ કાર્યવાહી આરંભી છે અને દેશના તમામ એરપોર્ટ પર આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. તો બરવાળા પોલીસ સ્ટેશનમાં સમીર પટેલ સહિત ચારેય ડાયરેક્ટરોને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. પરંતુ સમીર પટેલ ચારેય ડાયરેક્ટરો સાથે ઉપસ્થિત રહ્યા ન હતા. કાર્યવાહીથી બચવા આ મહાનુભાવો આગોતરા જામીન ન મળે ત્યાં સુધી દેશ છોડી ભાગી શકે છે, કે પછી ગુપ્ત સ્થળે છુપાઈ શકે તેવી પોલીસને શંકા છે. પરિણામે અગમચેતીના ભાગરૂપે એક તરફ લુકઆઉટ નોટિસ જાહેર કરેલી છે. સવારથી જ ચારેય ડાયરેક્ટરના ઘરોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં AMOS કંપનીના માલિક સમીર પટેલના ઘર અને ઓફિસ પર પોલીસની 10 ટીમો ત્રાટકી હતી. વહેલી સવારથી જ સમીર પટેલ સહિતના ડિરેક્ટરના ઘરે સર્ચ કરાયું હતું. જો કે સમીર પટેલ ઘરે ન મળતા પોલીસે પરિવારની પૂછપરછ સમન્સ પાઠવ્યું હતુ. તો ડિરેક્ટર રજત ચોકસી ઘર બંધ કરી ફરાર થઇ જતા તેના ઘર બહાર નોટિસ લગાવવામાં આવી હતી. તો ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">