Botad ઝેરી દારૂ કાંડમાં બરવાળા અદાલતે સાત આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

|

Jul 28, 2022 | 9:40 PM

બોટાદ-બરવાળા ઝેરી દારૂ કાંડના(Botad Hooch Tragedy કેસમાં પોલીસે વધુ 7 આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં બરવાળા પોલીસે 7 આરોપીઓને અદાલતમાં રજૂ કરી 10 દિવસમાં રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બરવાળા કોર્ટે આરોપીઓના 4 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Botad ઝેરી દારૂ કાંડમાં બરવાળા અદાલતે સાત આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Barvala Court Grant Four Remand To Hooch Tragedy Accused

Follow us on

બોટાદના (Botad )બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)ની ઘટનામાં પોલીસે 15 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી બે મુખ્ય આરોપીને પોલીસે બુધવારે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ (Remand)  મેળવ્યા હતા. જયારે બોટાદ-બરવાળા ઝેરી દારૂ કાંડના કેસમાં પોલીસે વધુ 7 આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં બરવાળા પોલીસે 7 આરોપીઓને અદાલતમાં રજૂ કરી 10 દિવસમાં રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બરવાળા કોર્ટે આરોપીઓના 4 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ તમામ આરોપીઓ પર બોટાદમાં મિથેનોલ આપ્યો હોવાનો આરોપ છે.

બરવાળા ઝેરી દારૂકાંડ કેસને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે..ત્યારે કેમિકલ કાંડના વધુ 7 આરોપીને રિમાન્ડ પર મોકલાયા છે..કેમિકલ કાંડમાં પોલીસે વધુ સાત વિજય ઉર્ફે લાલો પઢિયાર, ભવાન ડાબસરા, સંજય કુંમરખાણીયા, અજિત ઉર્ફે દાજી કુંમરખાણીયા, જટુભા રાઠોડ, નસીબ ગોરાસવા અને ચમન કુંમરખાણીયા નામના આરોપીની ધરપકડ કરી હતી અને બરવાળા કોર્ટમાં રજૂ કર્યા હતા

બરવાળા ઝેરી દારૂકાંડમાં  ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી

બરવાળા ઝેરી દારૂકાંડમાં  ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે.બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરવામાં આવી છે.જ્યારે બોટાદના DySP એસ.કે.ત્રિવેદી અને ધોળકાના DySP એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા છે.તે જ રીતે બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજા વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

બોટાદ ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 42  લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં  કેસ ચલાવાશે.અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે.તો રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

Published On - 8:58 pm, Thu, 28 July 22

Next Article