વીડિયો: ગુજરાતના આ ખેડૂતે કરી ઓર્ગેનિક સરગવાની ખેતી, હવે મળશે લાખોની આવક
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામના યુવાન ખેડૂતે દ્વારા 7 વિઘા ખેતરમાં ઓર્ગેનિક સરગવાની ખેતી કરી છે. આ ખેડૂત બારેમાસ ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરશે. સરગવાના પાકમાં બારેમાસ ઉત્પાદન આવતુ હોવાથી ખેડૂતને ગુજરાતમાં 50થી 100 રૂપિયા કિલોના ભાવ, જ્યારે ગુજરાત બહાર 150થી 180 રૂપિયાનો ભાવ મળે છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામના ભુપતભાઈ ડાભી કે જેઓ ખેડૂત છે અને તેમની પાસે 50 વીઘા જમીન છે, તેઓ વર્ષોથી રાસાયણિક ખેતી કરી રહ્યા છે, જેમાં કપાસ સહિત અન્ય પાકોનું વાવેતર કરતા હતા. ત્યારે તેઓ અન્ય ખેતરોમાં જય અને ખેતીની માહિતી મેળવી અને ત્યારબાદ આ વર્ષે ઓર્ગેનિક ખેતી કરવાનું વિચાર્યું અને પોતાના ખેતરમાં બારમાસી સરગવાની ખેતી શરૂ કરી છે.
ઓછી મહેનતે વધુ નફો મળે
ખેડૂતે પોતાના 7 વિઘા ખેતરમાં વાવેતર કરવામાં આવેલ છે. જે સંપૂર્ણ ઓર્ગેનિક થકી વાવેતર કરવામાં આવ્યા છે. જેમાં દવા તેમજ ખાતરની ઓછી જરૂર પડે છે અને ઓછી મહેનતે વધુ નફો મળે છે. હાલ તેઓ સરગવાની ખેતી કરી આગામી દિવસોમાં સારી એવી કમાણી કરશે.
150થી વધુ ભાવ મળી રહ્યા છે
ભુપતભાઈ એ જણાવ્યા મુજબ ગુજરાતમાં સરગવાના કિલો દીઠ ભાવ 50-100 રૂપિયા મળી રહ્યા છે અને આજ સરગવાને તેઓ ગુજરાતમાંથી અન્ય રાજ્યો એટલે કે કર્ણાટક, છત્તીસગઢ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એક્સપોર્ટ કરીને મોકલે છે, ત્યાં તેમને 150થી વધુ ભાવ મળી રહ્યા છે.
ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા
બોટાદ જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને વધુ પ્રમાણમાં ખેડૂતો કપાસ, મગફળી, જુવાર, બાજરી જેવા પાકોનું વાવેતર કરે છે જેમાં બિયારણ, ખાતર, દવાનું વધુ પ્રમાણમાં ખર્ચ થતો હોય છે અને સાથે ઉપજ ઓછી આવતી હોય છે. ત્યારે જિલ્લાના ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને અન્ય ખેતી તરફ વળ્યા છે.
ખેડૂતો રક્ત ચંદન, કેસર, સીતાફળ જેવા અન્ય પાકોની ખેતી તરફ વળ્યાં છે, ત્યારે હાલ ગઢડા તાલુકાના પડવદર ગામના ખેડૂતે ઓર્ગેનિક બારમાસી સરગવાની ખેતી કરી છે અને તેને જોવા અન્ય ખેડૂતો પણ સરગવાની ખેતી જોઈ ને ભુપતભાઇ પાસેથી પ્રેરણા લઈને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને ઓર્ગેનિક ખેતી કરવાનું વિચારી રહ્યા છે
આ પણ વાંચો: બોટાદ સમાચાર: ગઢડાના જીવદયા પ્રેમી યુવાનોની સરાહનીય કામગીરી, અકસ્માતો અટકાવવા પશુઓને લગાવ્યો રેડિયમ બેલ્ટ
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Brijesh Sakariya)
