Botad: CM રૂપાણીએ જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસિજન પ્લાન્ટનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ

CM વિજય રૂપાણીએ બોટાદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટથી બોટાદ જિલ્લાના 80 ગામના લોકોને લાભ થશે.

Botad: CM રૂપાણીએ જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસિજન પ્લાન્ટનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ
CM વિજય રૂપાણીએ બોટાદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓકસિજન પ્લાન્ટનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:57 PM

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટાદ જિલ્લામાં ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Center) ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા ઓકસિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ(Virtual unveiling)  કર્યું હતું. 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ થતા બોટાદ જિલ્લાના 80 ગામના લોકોને લાભ મળશે.

કોરોના મહામારીમાં વધતા સંક્રમણને કારણે ઓક્સિજન(Oxygen) વગર અનેક લોકોએ જીમ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે બોટાદમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) શરૂ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “હવે આપણે કોરોનાની મહામારીમાંથી બહાર નિકળી રહ્યા છીએ. કોરોના કેસોમાં ઉતરોતર ઘટાડો (Decrease) જોવા મળી રહ્યો છે. ગઈકાલે 70 જેટલા કેસો આવ્યા છે. જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા. વધુમાં ઉમેર્યું કે, દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન (Lock Down)કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઉપરાંત CMએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Third Phase)પહોંચી વળવા રાજ્યમાં 1800 મેટ્રિક ટન ઓક્સિજન ઉતપન્ન કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે. તેમાંથી 275 હાલ, તૈયાર પણ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 8 લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અને હાલ રિકવરી રેટ (Recovery Rate) પણ 98 ટકા સુધી પહોંચી ગયો છે. ગુજરાતે કોરોના સામે સફળતાપૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ (Model)પૂરું પાડ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ, અને જો કોરોનાની ત્રીજી લહેર (Third Wave)આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.

મહત્વપૂર્ણ છે કે, લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન અને નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર(District Collector)  સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેન હરિજીવન સ્વામી વગેરેએ હાજરી આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad : લાલ દરવાજા સીટી બસ સ્ટેશનને હેરિટેજ લુક અપાશે, 2022માં મળશે નવું નજરાણું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">