રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો આદેશ, ગરબા રમવાને મામલે બોપલના PI બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો આદેશ, ગરબા રમવાને મામલે બોપલના PI બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ


અમદાવાદમાં ગરબા રમવાને મામલે બોપલ પીઆઇ એ.એમ.બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીઆઈ બ્રહ્મભટ્ટને રાજય પોલીસવડા શિવાનંદ ઝાના આદેશથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટેન્સ નહીં રાખી પીઆઈ ગરબા રમ્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહત્વનું છે કે બોપલના સફલ પરીસરમાં આ ગરબા યોજાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Telegram New Code


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો પીઆઈ એ.એમ.બ્રહ્મભટ્ટ, પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ સાથે બોપલ વિસ્તારની એક સોસાયટીમાં ગયાં હતાં. જ્યાં ગાયક કલાકાર ગરબા ગાઈ રહ્યા હતા. તેમની સાથે પીઆઈ તેમજ પોલીસની આખી ટીમ એટલે કે ઓછામાં ઓછા 15 જેટલા પોલીસ કર્મચારીઓ ટોળું વળીને ગરબા રમ્યાં હતાં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે, જેના કારણે 4 કરતાં વધારે માણસ કોઈપણ જગ્યાએ ભેગા થઈ શકે નહીં તેમ છતાં અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં પોલીસ જ ડીજે અને સેલિબ્રિટી મોકલીને લોકોની ભીડ ભેગી કરી રહી હતી. ત્યારે કલમ 144નું પોલીસકર્મીઓએ જાતે જ ઉલ્લંઘન કર્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો પોલીસકર્મીઓ જ આ રીતે કલમ 144નું ઉલ્લંઘન કરીને લોકોને એકઠા કરશે તો કોરોના વધુ વકરી શકે છે અને સાથે જ અન્ય સોસાયટીઓમાં પણ આ રીતે લોકો ગરબા ચાલુ કરી દેશે તો શું સ્થિતિ થશે તે વિચારવા લાયક છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક

Click on your DTH Provider to Add TV9 Gujarati