AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પ્લેન ક્રેશ ઘટના સ્થળેથી મળી આવ્યું બ્લેક બોક્સ ! તપાસ બાદ જાણી શકાશે ઘટનાનું કારણ

પ્લેન ક્રેશની ઘટનાએથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી.

| Updated on: Jun 13, 2025 | 3:59 PM
Share

પ્લેન ક્રેશની ઘટનાએથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે કોઈપણ વિમાન અકસ્માતની તપાસમાં બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  કારણ કે દુર્ઘટના બાદ કાટમાળમાંથી તેને શોધવામાં સરળતા રહે છે . ત્યારે ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમે ફ્લાઈટની ટેલમાંથી બ્લેક બોક્સ કાઢ્યું છે.

મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે, જે બાદ હવે દુર્ઘટનાનું કારણ સામે આવશે.

અનેક એજન્સીઓ તપાસમાં

પ્લેન ક્રેશ અંગે વિવિધ તપાસ એજન્સીના 60 લોકોની ટીમ ધટના સ્થળે તપાસ કરી રહી છે. અલગ અલગ એજન્સી દુર્ઘટના સ્થળેથી તુટી પડેલા પ્લેનમાંથી સેમ્પલ લઈ રહ્યા છે. એર ઈન્ડિયાના બોઈગ 787 વિમાનની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે થશે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ટીમ પણ તપાસ કરી રહી છે. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ તપાસ કરી રહી છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા તપાસ કરાઈ રહી છે.

બ્લેક બોક્સ એટલે શું?

બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રેકોર્ડ કરે છે. તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઓડિયો તેમજ પાયલટની વાતચીત તમામ રેકોર્ડ થાય છે. બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રેકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રેકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">