વાપીમાં ભાજપનો ભગવો લહેરાશે! અત્યાર સુધી આટલા વોર્ડમાં ભાજપની પેનલની જીત, મતગણતરી ચાલુ

Vapi Election: વાપી નગરપાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાં 1 બેઠક પર ભાજપ બિનહરીફ છે. તો આજે આજે મતગણતરીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 12:18 PM

Vapi Nagarpalika Election: વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તેમાં પ્રાથમિક વલણમાં ભાજપ માટે સારા સમાચાર છે. વોર્ડ નંબર-2 અને 8 માં ભાજપના પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર-1 અને વોર્ડ નંબર-7માં પણ ભાજપની પેનલે જીત મેળવી લીધી છે. તો લેટેસ્ટ માહિતી પ્રમાણે વોર્ડ નંબર 4 અને 10 માં પણ ભાજપ પેનલનો વિજય થયો છે. જણાવી દઈએ કે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં 8 વોર્ડ અને 33 બેઠકો પર ભાજપની પેનલની જીત થઇ છે.

વોર્ડ નંબર 1,2,3,7,8,9, માં ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હોવાની માહિતી સામે આવી હતી.  મહત્વનું છે કે, વાપીના 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી હાલ ચાલી રહી છે.

મહત્વનું છે કે વાપીના 11 વોર્ડની કુલ 44 માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં 109 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. 1 બેઠક પર ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ થયું હતું. ચૂંટણી બાદ ભાજપ (BJP) તમામ 44 બેઠકો જીત મેળવી કોંગ્રેસનો વ્હાઇટ વોશ કરશે તેવો દાવો કરી રહ્યું હતું. તો કોંગ્રેસ (Congress) પણ સામે પક્ષે જીત મેળવશે તેવો દાવો કરી રહ્યું હતું. તો પ્રથમ વખત આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારો પણ મેદાને છે ત્યારે વાપી નગરપાલિકામાં સત્તાની ધૂરા કોણ સંભાળશે એ પરિણામ હવે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે.

જણાવી દઈએ એક વાપી નગરપાલિકાની ચૂંટણી (Election) માટે 28 નવેમ્બરે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂ્ર્ણ થયું હતું. તો પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 55 ટકા મતદાન થયુ હતું. આ દમિયાન 129 બુથો પરથી મતદાન યોજાયુ હતુ. જેમાં 28 બુથો સંવેદનશીલ હોવાથી શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ : ઉપલેટાના માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના પાકની આવક બંધ કરાઇ, માવઠાની આગાહીને પગલે લેવાયો નિર્ણય

આ પણ વાંચો: ખેડૂતોના ઉભા પાક પર, વિકાસનું જેસીબી ફર્યું! ધોલેરામાં એક્સપ્રેસ હાઈવેની કામગરીનો વિરોધ

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">