Bharuch: આ રસ્તા પરથી પસાર થતા પહેલા ચેતી જજો, બે દિવસમાં બે લોકો ખાબક્યા ખુલ્લી ગટરમાં, જુઓ Video

ભરૂચ કૂર્જા ચાર રસ્તા પર ગોઝારી ઘટના બની છે. વરસાદી પાણીમાં બાઈક ચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 9:02 PM

ભરૂચ કૂર્જા ચાર રસ્તા પર ગોઝારી ઘટના બની છે. અહીં વરસાદી પાણી ભરાય ગયા હતા અને એક બાઈક ચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આ ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહને કારણે બાઈક ખુલ્લી ગટરમાં ફસાઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાઈકને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ભરૂચના કૂર્જા ચાર રસ્તા પર છેલ્લા બે દિવસમાં આ પ્રકારની ઘટના બીજીવાર બની છે. બે બાઈક ચાલકો ખુલ્લી ગટરમાં પડ્યા છે તેમ છતા આ અંગે તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.

તો ગઈ કાલે જ ભરૂચના એક વિસ્તારમાં બાઈક તણાયાના અહેવાલ સામે આવ્યા હતા. વરસાદના કારણે પાણી ભરાયા અને પાણી વધતા વાહન તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ભરૂચ શહેરમાં ભારે વરસાદને કારણે ફુરજા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથો વાહન તણાયા હતા. સાથે જ આ વિસ્તારમાં ભરાયેલા પાણીના વહેણમાં બાઇક પણ તણાયાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. કેમેરામાં બાઈકને બચાવવા જહેમત કરી રહેલા યુવાનોના દ્રશ્યો પણ કેદ થયા હતા.

 

આ પણ વાંચો: Surat : આટલા મોટા ડાયમંડ બુર્સમાં નાના વેપારીઓ, બ્રોકરો, કારખાનેદારો માટે પાર્કિંગની જગ્યા જ નથી ફાળવાઈ

આ પણ વાંચો: Kutch: ભુજ સહિત 3 તાલુકામાં વરસાદની અછત! ઘાસ ન હોવાથી પાંજરાપોળના સંચાલકોને હાલાકી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">