મોજ નદીના કોઝવેમાં બાઈક સાથે યુવક તણાયો, સ્થાનિકોએ યુવકને બચાવ્યો
મોજ નદીના કોઝવેમાં બાઈક સાથે યુવક તણાઈ ગયો હતો. ઉપલેટાના ગઢાળા ગામ પાસેથી પસાર થતી મોજ નદીના કોઝવે ઉપરથી યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે કોઝવેમાં ઘસી આવેલા મોજ નદીના ભારે પ્રવાહમાં આ યુવક બાઈક સાથે તણાઈ ગયો હતો. જો કે ગઢાળા ગામના રહીશોએ પાણીના વહેણમાં તણાયેલ યુવકને જીવના જોખમે બચાવી લીધો […]
મોજ નદીના કોઝવેમાં બાઈક સાથે યુવક તણાઈ ગયો હતો. ઉપલેટાના ગઢાળા ગામ પાસેથી પસાર થતી મોજ નદીના કોઝવે ઉપરથી યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે કોઝવેમાં ઘસી આવેલા મોજ નદીના ભારે પ્રવાહમાં આ યુવક બાઈક સાથે તણાઈ ગયો હતો. જો કે ગઢાળા ગામના રહીશોએ પાણીના વહેણમાં તણાયેલ યુવકને જીવના જોખમે બચાવી લીધો હતો. મોજ ડેમમાંથી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે કોઝવે ઉપરથી બે બે ફુટ પાણી વહી રહ્યાં છે. છતા લોકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃટી20 વર્લ્ડકપ રમવા મહેન્દ્રસિંહ ધોનીને વડાપ્રધાન મોદી કહી શકે છેઃ શોએબ અખ્તર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો