ગુજરાત સરકારની મોટી જાહેરાત, આગામી વર્ષે 300 PSI અને 9000 લોકરક્ષકની ભરતી કરાશે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja

Updated on: Oct 29, 2022 | 11:20 PM

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ કરાઇ એકેડમી ખાતે આજે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં આગામી વર્ષે પોલીસ દળમાં ભરતી કરવામાં આવશે. જેમાં આગામી વર્ષે 300 પીએસઆઇ અને 9000 લોકરક્ષકની ભરતી કરવામાં આવશે.

ગુજરાત સરકારની મોટી જાહેરાત, આગામી વર્ષે 300 PSI અને 9000 લોકરક્ષકની ભરતી કરાશે
Harsh Sanghavi

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ કરાઇ એકેડમી ખાતે આજે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં આગામી વર્ષે પોલીસ દળમાં ભરતી કરવામાં આવશે. જેમાં આગામી વર્ષે 300 પીએસઆઇ અને 9000 લોકરક્ષકની ભરતી કરવામાં આવશે.

લાભ પાંચમનો અવસર રાજ્યના ૧૩ હજાર યુવાઓ માટે રોજગારીનો અવસર બન્યો હતો. તાલુકા પંચાયત સેવામાં ૧ર સંવર્ગમાં નવનિયુકત પ૭૦૦ યુવાઓને નિમણૂક પત્રો અને પોલીસ દળમાં નિમણૂક માટે પસંદગી પામેલા ૮ હજાર યુવાઓને પસંદગી પત્રો અર્પણ કરાયા હતા. આ તકે PM મોદીએ રાજ્ય સરકારને રોજગારીના વિકાસ માટે વીડિયો સંદેશ પાઠવી શુભકામના આપી હતી.તો બીજી તરફ પસંદગી પામેલા પોલીસ કર્મીઓને CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિમણૂક પત્ર આપ્યા હતા. અને CM પટેલે સૌને અભિનંદન પાઠવી કહ્યુ હતું કે, આખા દેશમાં ગુજરાતએ ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે અને તેમાં મોટો ફાળો પોલીસનો રહ્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati