AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર… દેશનો સૌથી મોટો ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ હવે ગુજરાતમાં યોજાશે

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ એવોર્ડ સેરેમની દિલ્હીની બહાર ગુજરાતના એકતા નગર, કેવડિયા ખાતે યોજાશે. જણાવી દઈએ કે, 22 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.

Breaking News: 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર... દેશનો સૌથી મોટો ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ હવે ગુજરાતમાં યોજાશે
Image Credit source: AI Generated
| Updated on: Sep 08, 2026 | 7:43 PM
Share

નેશનલ ફિલ્મ એવોર્ડ્સના ઇતિહાસમાં આ વખતે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 72 વર્ષમાં પહેલીવાર પુરસ્કાર સમારોહ દિલ્હી બહાર આયોજિત કરવામાં આવશે. આ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ગુજરાતના એકતા નગર, કેવડિયા ખાતે 22 સપ્ટેમ્બરના રોજ એટલે મંગળવારે યોજાશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ જ મહિનાના અંતમાં યોજાનારા પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એનાયત કરશે.

ગુજરાત માટે ગૌરવની ક્ષણ

નેશનલ ફિલ્મ એવોર્ડ્સની શરૂઆત વર્ષ 1954 માં થઈ હતી. તેનો પ્રથમ સમારોહ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટાભાગના સમારોહ વિજ્ઞાન ભવનમાં જ યોજાતા રહ્યા છે. એવામાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું દિલ્હી બહાર આયોજન થવું એ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

72 વર્ષમાં આ પહેલીવાર બનશે, જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન નવી દિલ્હીની બહાર ગુજરાતમાં કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ વખતે સમારોહને કેવડિયા ખાતે આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના એકતા નગરની વાત કરીએ તો, આ શહેર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે પણ જાણીતું છે. આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે, જેની ઊંચાઈ 597 ફૂટ છે. બીજું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018 માં તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

એવોર્ડ્સમાં આ કલાકારો સન્માનિત થશે

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આ વર્ષે ‘આર્ટિકલ 370’ ને બેસ્ટ ફીચર ફિલ્મ પસંદ કરવામાં આવી છે. ફિલ્મની અભિનેત્રી યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. ત્યાં જ, મમ્મૂટી અને કાર્તિક આર્યનને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર આપવામાં આવશે. મમ્મૂટીને ફિલ્મ ‘ભ્રમાયુગમ’ અને કાર્તિક આર્યનને ‘ચંદૂ ચેમ્પિયન’ માટે આ સન્માન મળશે.

તેમના સિવાય એક્ટર-ફિલ્મમેકર રણદીપ હૂડાને ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવશે. આ ફિલ્મ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત છે.

આ ઉપરાંત પ્રભાત સ્ટારર તેલુગુ ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ ને ‘સંપૂર્ણ મનોરંજન આપનારી બેસ્ટ પોપ્યુલર ફિલ્મ’ નો એવોર્ડ મળશે. ત્યાં જ, ધનુષ સ્ટારર તમિલ ફિલ્મ ‘કેપ્ટન મિલર’ ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપનારી બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે સન્માનિત કરવામાં આવશે.

હાર્દિક પંડ્યા સાથે નામ જોડાતાં ભડકી અમીષા પટેલ, યુઝરને આપ્યો જોરદાર જવાબ

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
g clip-path="url(#clip0_868_265)">