અમદાવાદમાં ઉમિયાધામનું ભૂમિપૂજન, CM અને પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા

અંદાજે 1500 કરોડના ખર્ચે આ ઉમિયાધામનું નિર્માણ થશે. જેમાં વિશાળ પાર્કિગ સવલત પણ હશે. ઉમિયાધામના બેઝમેન્ટમાં આશરે એક હજાર કારનું પાર્કિંગ થઈ શકે એવી વ્યવસ્થા રહેશે.

અમદાવાદમાં ઉમિયાધામનું ભૂમિપૂજન, CM અને પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા
ઉમિયાધામનું ભૂમિપૂજન
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 20, 2021 | 12:42 PM

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા (Shri Umiya Mataji Sansthan Unjha) દ્વારા અમદાવાદ ખાતે મા ઉમિયાધામનું (Umiyadham)નિર્માણ થઈ રહ્યું છે. 74 હજાર ચોરસવાર જગ્યામાં રૂપિયા 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું ઉમિયાધામ (Umiyadham)ખાતે નિર્માણ થઇ રહ્યું છે. જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. કુલ 13 માળની ઈમારતમાં 400થી વધુ રૂમમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલ સાથે વર્કિંગ ભાઇ-બહેનો માટે હોસ્ટેલનું નિર્માણ થશે. અત્યાધુનિક પાર્ટી પ્લોટનું પણ નિર્માણ કરાશે.

કેવી રીતે થશે ઉમિયાધામ(Umiyadham)નું નિર્માણ ?

અંદાજે 1500 કરોડના ખર્ચે આ ઉમિયાધામનું નિર્માણ થશે. જેમાં વિશાળ પાર્કિગ સવલત પણ હશે. ઉમિયાધામ(Umiyadham)ના બેઝમેન્ટમાં આશરે એક હજાર કારનું પાર્કિંગ થઈ શકે એવી વ્યવસ્થા રહેશે. અદ્યતન હોસ્ટેલ (hostel) સુવિધા પણ કેમ્પસમાં બનાવામાં આવશે. 52 હજાર સ્કેવર ફૂટની જગ્યામાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ પણ બનાવાશે. તો અતિ આધુનિક મેડિકલ સેન્ટર પણ અહીં ઊભું કરાશે.

કુલ 1500 કરોડના ખર્ચનો અંદાજ

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા (Shri Umiya Mataji Sansthan Unjha) દ્વારા અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવાં વિવિધ વિભાગોનું ઉમિયાધામ ખાતે નિર્માણ થઇ રહ્યું છે. મા ઉમિયાના મંદિરની ઈંતેજારી આ ધર્મસંકુલથી પૂર્ણ થશે. જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.

વિદ્યાર્થીઓ માટે બનશે અત્યાધુનિક હોસ્ટેલ (hostel)

કુલ 13 માળની ઈમારતમાં 400થી વધુ રૂમમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલ (hostel)સાથે વર્કિંગ ભાઇ-બહેનો માટે હોસ્ટેલનું નિર્માણ થશે. અત્યાધુનિક પાર્ટી પ્લોટનું પણ નિર્માણ કરાશે. 20 નવેમ્બરના રોજ આજના આ ભૂમિપૂજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં છે.

આ પણ વાંચો : Swachh Survekshan Awards 2021: ઈન્દોરને સતત પાંચમી વખત સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું, સુરત બીજા ક્રમે

આ પણ વાંચો : IIM Ahmedabad Summer Internship Recruitment 2021: સમર ઈન્ટર્નશિપ રીક્રૂટમેન્ટ 2021 શરૂ, જાણો સમગ્ર વિગતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati