AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરવાસીઓ આનંદો, શેત્રુંજી ડેમ પાણીથી છલોછલ ભરેલો, પાણીના પૂરતા જથ્થાથી પિયતની સમસ્યા નહીં સર્જાય

ભાવનગરના (Bhavnagar)મોટા શેત્રુજી ડેમમાં પાણીનું પ્રમાણ સારા પ્રમાણમાં છે. ભાવનગરમાં ભલે અત્નોંયાર સુધી નોંધપાત્ર વરસાદ નથી થયો, પરંતુ શેત્રુજી ડેમમાં પાણીનું પ્રમાણ પૂરતું છે.

ભાવનગરવાસીઓ આનંદો, શેત્રુંજી ડેમ પાણીથી છલોછલ ભરેલો, પાણીના પૂરતા જથ્થાથી પિયતની સમસ્યા નહીં સર્જાય
adequate amount of water in Shetrunji Dam Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:37 AM
Share

ભાવનગર (Bhavnagar)માટે રાહતના સમાચાર છે કે અત્યાર સુધી ભલે નોંધપાત્ર વરસાદ નથી થયો, પરંતુ  સારી બાબત એ છે કે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં (Shetrunji Dam)પાણીનો પૂરતો જથ્થો છે જેના કારણે પાણીની સમસ્યા સર્જાય તેવા હાલ કોઈ સંજોગો નથી. શેત્રુજી ડેમમાંથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે. ડેમમાંથી ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો માટે તેમજ પાલિતાણા અને ગારિયાધારના લોકોને જીવનજરૂરિયાત માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ફાળવવામાં આવ્યું હતું તેમ છતાં હાલમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.

પિયત માટે પાણી અપાયું તેમ છતાં જથ્થો અનામત

શેત્રુજી ડેમમાંથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે. ડેમમાંથી ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો માટે તેમજ પાલિતાણા અને ગારિયાધારના લોકોને જીવનજરૂરિયાત માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ફાળવવામાં આવ્યું હતું તેમ છતાં હાલમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. વર્ષમાં  જિલ્લાના તળાજા, મહુવા, પાલિતાણા અને ઘોઘા તાલુકાના કુલ 122 ગામોમાં આવેલી આશરે 35 હજાર થી વધુ હેક્ટર જમીનને પિયત માટે  નિયમિત પાણી આપવામાં આવે છે.

ગત ચોમાસામાં સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમની 34 ફુટની મહત્તમ સપાટીથી વારંવારછલકાયો  હતો.  ગત વર્ષે સારા વરસાદને પગલે શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં  6  વાર છલકાયો હતો.

ભાવનગરની જીવાદોરી સમાન છે શેત્રુંજી ડેમ

શેત્રુંજી ડેમ ભાવનગરની જીવાદોરી સમાન ગણાય છે ત્યારે આ ડેમમાં 15થી 16 ફૂટ પાણીનો જથ્થો અનામત રાખવું તે અનિવાર્ય છે. શેત્રુંજી ડેમના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે હાલ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં વધુ સારો વરસાદ થાય તો પાણીનું પ્રમાણ ડેમમાં વધુ સારી રીતે જળવાઈ રહેશે. હાલ ડેમમાં પાણીનો જથ્થો 19તી 20 ફૂટ છે જે પર્યાપ્ત છે.

નોંધનીય છે કે ગત વર્ષે સૌથી મોટા જળાશય તરીકે નામના ધરાવતો શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત છઠ્ઠી વખત છલકાયો હતો અને ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી , તેના પરિણામે આ વર્ષે પણ પાણીની સમસ્યામાંથી નિજાત મળી છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર વાસીઓ એવી આશા સેવી રહ્યા છે કે જિલ્લામાં સારો વરસાદ થાય.

સપ્ટેમ્બર  2021માં એક જ અઠવાડિયામાં  6 વાર છલકાયો હતો ડેમ

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 20 સપ્ટેમ્બરથી માંડીને  28 -9-2021 દરમિયાન એક જ અઠવાડિયામાં  ડેમ  6 વાર છલકાયો હતો.  જેમાં  તારીખ 20 ના રોજ  ડેમના  6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ 21ના રોજ 15 દરવાજા ખુલ્યા અને  22  તારીખના રોજ 6 દરવાજા તેમજ તારીખ 23ના રોજ 15 દરવાજા અને 24 સપ્ટેમ્બરના રોજ 6 દરવાજા  અને 26ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા.  ત્યાર બાદ   તારીખ 27ના રોજ એક ફૂટ સુધી 5 દરવાજા ખોલવામાં આવ્યાં અને  તારીખ 28  સપ્ટેમ્બરના રોજ  રોજ વહેલી સવારે 15 દરવાજા અને બપોરેના સમયે પણ 30 દ રવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">