BHAVNAGAR : કુંભારવાડા રોડ પર ફટાકડાના સ્ટોલમાં લાગી આગ, કોઈ જાનહાની નહી

શહેરના કુંભારવાડાથી અક્ષરપાર્ક રોડ ઉપર ફટાકડા સ્ટોલમાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:53 PM

BHAVNAGAR : દિવાળી પર્વ આવે એટલે આગની ઘટનાઓ વધી જાય છે. ચારે બાજુ ફૂટતા ફટાકડાઓને કારણે તણખાઓ બધી બાજુ ફેલાય છે અને આમાંથી જ આગ લાગતી અને પ્રસરતી હોય છે. ભાવનગરમાં કુંભારવાડા રોડ પર ફટાકડાના સ્ટોલમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. શહેરના કુંભારવાડાથી અક્ષરપાર્ક રોડ ઉપર ફટાકડા સ્ટોલમાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં સ્ટોલમાં રહેલા બધા જ ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને સથાનિક લોકોમાં પણ થોડી વાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી. પ્રાપ્ત થતી માહિતી મૂજબ આ સ્ટોલ નરેશભાઈ નામના કોઈ વ્યક્તિનો હતો.

રાજ્યમાં ગત શનિવારના દિવસે રાજ્યમાં 4 જગ્યાએ આગની ઘટના બની હતી-મોરબી, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં આગની દુર્ઘટના સામે આવી હતી. મોરબીમાં માર્કેટયાર્ડમાં આગ લાગતા મોટાપ્રમાણમાં કપાસનો જથ્થો સળગી ગયો.

તો બનાસકાંઠાના થરાદમાં બિલ્ડીંગના ચોથા માળે ડિસ્કવરી નામના શો રૂમમાં ભીષણ આગ લાગી હતી. તો આ તરફ વડોદરાના પાદરામાં કારમાં આગ લાગી હતી. તો સુરતના સરથાણા વિસ્તારમાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધી આ આગ બાજુના ટાયર ગોડાઉન સુધી પ્રસરી હતી. આગની આ ચારેય ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી પરંતુ મોટાપ્રમાણમાં માલને નુકસાન થયું છે.

આ પણ વાંચો : દિવાળી પર્વે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની અમદાવાદની આ વિશાળ રંગોળી

આ પણ વાંચો : કલાબેન ડેલકરે 51,300 મતની જંગી લીડ મેળવી પતિ મોહન ડેલકરનો રેકોર્ડ તોડ્યો, જાણો તેમની ભવ્ય જીત પાછળના કારણો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">