AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગરના મહુવામાં માલણ નદી પરનો 50 વર્ષ જૂનો કોઝવે પુલ ધરાશાયી, 30થી વધુ ગામોનો તૂટ્યો સંપર્ક! જુઓ Video

ભાવનગરના મહુવા તાલુકાનો સૌથી મોટો માલણ નદી પર આવેલો 50 વર્ષ જૂનો કોઝવે પુલ રિનોવેશન કામ દરમિયાન ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 30થી વધુ ગામોને જોડતો આ મુખ્ય માર્ગ બંધ થતા હજારો ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

Breaking News : ભાવનગરના મહુવામાં માલણ નદી પરનો 50 વર્ષ જૂનો કોઝવે પુલ ધરાશાયી, 30થી વધુ ગામોનો તૂટ્યો સંપર્ક! જુઓ Video
Mahuva Bridge Collapse
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2026 | 1:28 PM
Share

ભાવનગર જિલ્લાના મહુવામાં માલણ નદી પર આવેલો અંદાજે અડધી સદી જૂનો પુલ રિનોવેશન દરમિયાન એક તરફથી બેસી ગયો. આ પુલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. ગયા વર્ષે ચોમાસા દરમિયાન આ પુલની પ્રોટેક્શન વોલ ધોવાઈ ગઈ હતી, જેના કારણે તે જોખમી બન્યો હતો. જો તંત્રએ સમયસર જાગીને કામગીરી કરી હોત, તો કદાચ આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત.

આ પુલની ઘટના બનતા જ રાત્રિના સમયે મામલતદાર, પોલીસ કાફલો અને વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.  પુલ ધરાશાયી થતા 30થી વધુ ગામોને જોડતો આ મુખ્ય માર્ગ બંધ થયો છે જેનાથી હજારો ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

રિનોવેશનનું કામ માત્ર 22 લાખ રૂપિયાના ખર્ચે

આશ્ચર્યની વાત એ છે કે, નવા પુલ માટે સરકારમાં અગાઉ દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં તેને મંજૂરી મળી નથી. હાલમાં 22 લાખ રૂપિયાના ખર્ચે માત્ર રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ ‘લેન્ડ સ્લાઈડિંગ’ જેવી સ્થિતિ સર્જાતા પુલનો એક ભાગ બેસી ગયો. મહુવા સ્ટેટ આર.એન.બી ના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી કે “ગયા ચોમાસામાં 30 મીટરની દીવાલ અને રેલિંગ તૂટી હતી, જેનું રિનોવેશન કામ ચાલુ હતું. એ દરમિયાન આ બનાવ બન્યો છે. હાલ અમે નજીકમાંથી ડાયવર્ઝન આપવાની કામગીરી શરૂ કરી છે જેથી ગ્રામજનોને હાલાકી ન પડે.

સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

માલણ નદી પરના કોઝવે પુલને લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર રીનોવેશન કરવાની જરૂર હતી પરંતુ તંત્ર ભલે હવે ડાયવર્ઝનની વાતો કરતું હોય, પરંતુ સ્થાનિકોની એક જ માંગ છે કે રિનોવેશનના થીગડા મારવાને બદલે સરકાર સત્વરે નવા પુલની દરખાસ્ત મંજૂર કરે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય ચોમાસાના આડે હવે ખૂબ જ થોડા દિવસો બાકી રહ્યા છે જો સમયસર આ રિનોવેશન કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પુલ બંધ થવાના કારણે ઈમરજન્સી સેવાઓ પણ પાંચ કિલોમીટર ફરીને આપવી પડે તેવી પરિસ્થિતિ બની છે

આ પણ વાંચો, Breaking News: અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! યુવતીએ વીડિયો વાયરલ કરતા મચ્યો હંગામો-Video

Follow Us
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">