AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે વનરાજાને લાગ્યુ ભાવનગરનું ઘેલુ, રહેઠાણની શોધમાં ભાવનગર તરફ વધ્યા આંટાફેરા, અંતરિયાળ વિસ્તારોમાં દેખાયા 57 સિંહ- વીડિયો

હવે જંગલના રાજા સિંહને ગીર બાદ ભાવનગરનું ઘેલુ લાગ્યુ છે. વનરાજાને હવે ભાવનગર રહેઠાણ તરીકે પસંદ આવી રહ્યુ છે અને અંતરિયાળ વિસ્તારોમાં 57 સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા છે. વર્ષ 2015 દરમિયાન ભાવનગરનાં 80 સિંહ હતા હાલ 2020માં અંતરિયાળમાં 57 સિંહ જોવા મળ્યા છે.

| Updated on: Dec 10, 2023 | 6:20 PM
Share

સિંહોને ફરી પસંદ આવી રહ્યુ છે ભાવનગર. છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં સિંહોની વસ્તી વધી રહી છે. સિંહ પરિવાર આંટા મારતો જોવા મળી રહ્યો છે. ભાવનગરના સિંહોરથી લઈને જેસર સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સિંહો હોવાની જાણકારી સામે આવી છે. ગીરના જંગલ બાદ હવે ભાવનગરને આ વનરાજો તેમના રહેઠાણ તરીકે પસંદ કરી રહ્યા છે. વન વિભાગના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સિંહોની વસ્તી ધીમે ધીમે વધી રહી છે.

  • વર્ષ 2015- ભાવનગરના અંતરિયાળ વિસ્તારમાં 80 સિંહો હતા
  • દરિયાકાંઠા વિસ્તારમાં 37 સિંહ હતા
  • વર્ષ 2020માં 57 સિંહ ભાવનગર અંતરિયાળમાં નોંધાયા
  • દરિયાકાંઠા વિસ્તારમાં 17 સિંહ જોવા મળ્યા
  • પાંચ વર્ષના ગાળામાં સિંહની સંખ્યામાં 43નો ઘટાડો થવાથી વન વિભાગની ચિંતા વધી
  • વનવિભાગનુ અનુમાન છે કે 3 વર્ષ બાદ સિંહોની સંખ્યા પુન: વધી રહી છે

ભાવનગરના 25 હજાર હેક્ટરમાં ફેલાયેલો જિલ્લાનો હરિયાળો વિસ્તાર સિંહોએ તેમના વસવાટ માટે પસંદ કર્યો છે. અહીં જ સિંહ પરિવારો વિસ્તરી રહ્યા છે. એટલુ જ નહી આ વિસ્તારમાં ચિંકારા અને નીલગાયની મોટી વસ્તી હોવાથી સિંહોને શિકાર પણ સુલભતાથી મળી રહે છે. ભૌગૌલિક દૃષ્ટિએ તેમજ વાતાવરણની દૃષ્ટિએ ભાવનગર જિલ્લામાં સિંહોની વસ્તી વધી રહી છે.

ગીરની જેમ ભાવનગર જિલ્લામાં પણ સિંહોની સંખ્યા વધે તે માટે વન વિભાગ ખૂબ જ પ્રયત્નશીલ છે. અલબત્ સિંહોના લીધે સ્થાનિકોમાં જરૂર ભયની લહેરખી ફરી વળી છે. હાલ સિહોરના જંગલમાં 8 સિંહોનો વસવાટ છે અને પાલીતાણાના જંગલમાં 11 સિંહનો વસવાટ છે. ઘણીવાર આ સિંહો સહપરિવાર જ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે.

આ પણ વાંચો: સંસદની સદસ્યતા જવા પર મહુઆ મોઈત્રાનું પ્રથમ રિએક્શન આવ્યુ સામે કહ્યુ, ‘કોઈ પુરાવા વિના મળી સજા’

હાલમાં જ ભાવનગરમાં આંબાલાથી અનિડા જવાના રોડ પર સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. ભાવનગરના આંબલા, અનિડા, સણોસરા, રામધરી અને ચોરવડલા સહિતના ગામના ખેતરોમાં અવાર-નવાર સિંહ જોવા મળી રહ્યા છે. જેને લીધે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. પરંતુ, વન વિભાગ દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે સિંહોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. બસ, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">