AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: મહુવાના કતપરમાં લગ્ન પ્રસંગે સ્પ્રે ઉડાડવા બાબતે બબાલ, 5 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

ભાવનગરના કતપર ગામે બે પક્ષના વરઘોડા સામસામે આવી જતા માથાકૂટ સર્જાઇ હતી. વરઘોડામાં સ્પ્રે ઉડાડવા જેવી સામાન્ય બાબતને લઇ માથાકૂટ ઉગ્ર બની જતા મારામારી થઇ હતી.

Bhavnagar: મહુવાના કતપરમાં લગ્ન પ્રસંગે સ્પ્રે ઉડાડવા બાબતે બબાલ, 5 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
Bhavnagar
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 1:00 PM
Share

ભાવનગરના ( Bhavnagar ) મહુવામાં કતપર ગામે લગ્ન પ્રસંગમાં મારામારીની ઘટના બની છે. કતપર ગામે બે પક્ષના વરઘોડા સામસામે આવી જતા માથાકૂટ સર્જાઇ હતી. વરઘોડામાં સ્પ્રે ઉડાડવા જેવી સામાન્ય બાબતને લઇ માથાકૂટ ઉગ્ર બની જતા મારામારી થઇ હતી. જો કે બંને પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા 5 જેટલા લોકોને ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો :Bhavnagar ના બજારોમાં હાલ કેસર કેરીનું ધૂમ વેચાણ, ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતોને મળ્યા સારા ભાવ

ઇજાગ્રસ્ત તમામ લોકોને મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ મહત્વનું છે કે, આજના સમયમાં સામાન્ય બાબતે લોકો પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખીને મારામારી પર ઉતરી આવે છે. અને તેમાં અનિચ્છનીય બનાવો ઘટી જતા હોય છે. લોકોને જાણે કાયદાનો ભય રહ્યો જ નથી તેમ લાગે છે. વ્યક્તિ ઉગ્ર થઇને કાયદા-કાનૂન પોતાના હાથમા લઇ લે છે. પરંતુ આવા બનાવોનો અંત નુકસાન જ હોય છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે જૂથ અથડામણ

તો બીજી તરફ આ અગાઉ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે જૂથ અથડામણ થયુ હતું . બે જૂથ વચ્ચે જમીન બાબતે માથાકુટ ઉગ્ર બની હતી. અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો કલ્યાણપુર સહિત જિલ્લા LCB અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી. તો DySP સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, હાલ તો સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.

DySP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

થોડા દિવસો અગાઉ જૂનાગઢના બિલખાના થુંબાળા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ભાવનગર  અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">