Bhavnagar: રુવા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 15 કરતા વધારે લોકોએ તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો, જુઓ Video
ભાવનગરના રુવા ગામ નજીક બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી અનુસાર જૂની અદાવતને લઈ બંન્ને જૂથ વચ્ચે અથડામણ થયુ હોવાનું સામે આવ્યું છે. મારામારીમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ભાવનગરના ( Bhavnagar ) રુવા ગામ નજીક બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી અનુસાર જૂની અદાવતને લઈ બંન્ને જૂથ વચ્ચે અથડામણ થયુ હોવાનું સામે આવ્યું છે. મારામારીમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમાં રવિ પરમાર અને રાહુલ ગોહિલ નામના બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહ જાડેજા આજે ભાવનગર પોલીસ સમક્ષ થશે હાજર, એસપી ઓફિસ પર કડક બંદોબસ્ત કરાયો
આ જૂથ અથડામણમાં 15 કરતા વધારે લોકોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ પોલીસને થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચીને ઘટના તપાસ હાથ ધરી છે.
Violent clash erupts between two groups over an old unresolved dispute; two injured badly #Bhavnagar #Gujarat #TV9News pic.twitter.com/k915AWHx4E
— Tv9 Gujarati (@tv9gujarati) May 13, 2023
મહેસાણાના કડીના ફૂલેત્રા ગામે થયું હતુ જૂથ અથડામણ
મહેસાણાના કડીના ફૂલેત્રા ગામે જૂથ અથડામણની ઘટના બની છે. જૂથ અથડામણમાં પોલીસ પર પણ પત્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસની PCR વાન સહિત 3 વાહનોને નુકશાન થયુ છે. જેમાં એક પોલીસ કર્મીને પણ ઈજા થઈ છે. જેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.જૂથ અથડામણમાં કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર કડીના ફુલેત્રા ગામે ભેંસને પાટું મારવાની બાબતમાં જૂથ અથડામણ થયું હતુ. શેરીના એક વ્યક્તિએ ભેંસને પાટુ મારતા મામલો વધુ બિચકયો હતો. જેમાં ઠાકોર ભરતજી વિષ્ણુજી ને રસ્તામાં જતા માર મરાયો હતો.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે જૂથ અથડામણ
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે જૂથ અથડામણ થયુ હતું. બે જૂથ વચ્ચે જમીન બાબતે માથાકુટ ઉગ્ર બની હતી. અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો કલ્યાણપુર સહિત જિલ્લા LCB અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી. તો DySP સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, હાલ તો સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…