AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ, મોરારી બાપુએ જણાવ્યું ભજનનું મહત્વ

ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી સન્માન સમારોહ ભવ્યતાથી યોજાયો. મોરારિબાપુએ ભજનના મહત્વ પર ભાર મૂક્યો.

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ, મોરારી બાપુએ જણાવ્યું ભજનનું મહત્વ
| Updated on: Nov 08, 2025 | 5:26 PM
Share

ચિત્રકુટધામ તલગાજરડામાં ભવ્ય રીતે સંતવાણી સન્માન સમારંભ યોજાયો હતો. પ્રસંગે મોરારિબાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે.” બાપુએ સમજાવ્યું કે ભજનથી ભૂતકાળની ચિંતા દૂર થાય છે, ભવિષ્ય પ્રેરણાદાયી બને છે અને વર્તમાનમાં પ્રગતિ શક્ય બને છે.

મોરારિબાપુએ જણાવ્યું કે ભજનાનંદી વ્યક્તિને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહના ભાવો હોતાં નથી અને તે મર્મ, ધર્મ અને કર્મની સાચી સમજ મેળવી લે છે. બાપુએ ઉમેર્યું કે ભજન હંમેશા આનંદ અને ઉર્જાનો સ્ત્રોત છે, જે માનવીના જીવનને પ્રકાશિત કરે છે.

કારતક વદ બીજના દિવસે, જે બાપુના પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે, તે પ્રસંગે આ સન્માન સમારંભ યોજાયો હતો. સંતવાણી વંદના સમારંભમાં સંતવાણીના આદિ સર્જક ભક્ત કવિ ગેમલદાસજી (ગેમલજી ગોહિલ)ની વંદના કરવામાં આવી.

કોને કોને મળ્યું સન્માન

વર્ષ 2025 માટેના સંતવાણી સન્માનથી સન્માનિત થયેલાં ભજનિકોમાં પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) અને મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર)નો સમાવેશ થાય છે. તમામને મોરારિબાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

આ સમારંભના સંચાલનનો ભાગ હરિશ્ચંદ્ર જોષીએ સંભાળ્યો હતો. તેમણે પ્રસંગોચિત વક્તવ્યમાં ગેમલજીબાપુની રચનાઓ અને જીવનચરિત્રનો ઉલ્લેખ કર્યો તેમજ આ સન્માન ઉપક્રમના વિકાસના તબક્કાઓની વિગત રજૂ કરી.

કાર્યક્રમમાં સંતો, મહંતો, વિદ્વાનો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ભજનિકોએ પોતાની વાણી દ્વારા સંતવાણીનું પાવન ગાન કરીને સમગ્ર પરિસર ભજનમય બનાવી દીધું.

આ 5 રાશિના જાતકોએ 2026માં રાખવી પડશે સાવધાની, શનિદેવના પ્રભાવથી બચવા કરો આ ઉપાય

Follow Us
ગાયે 2 સિંહણ સામે લડી બચાવ્યો જીવ, CCTVમાં કેદ થયા રોમાંચક દ્રશ્યો
ગાયે 2 સિંહણ સામે લડી બચાવ્યો જીવ, CCTVમાં કેદ થયા રોમાંચક દ્રશ્યો
સુરતના સચિન GIDCમાં ભીષણ આગ
સુરતના સચિન GIDCમાં ભીષણ આગ
રાજકોટમાં હાઈ રિટર્નના નામે મોટી ઠગાઈ, જુઓ Video
રાજકોટમાં હાઈ રિટર્નના નામે મોટી ઠગાઈ, જુઓ Video
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
g clip-path="url(#clip0_868_265)">