AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં નિષ્ક્રિયતા, સ્ટેન્ડિંગ કમિટીમાં અસરકારક કામગીરી કરવા આપી સૂચના

Video: અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં નિષ્ક્રિયતા, સ્ટેન્ડિંગ કમિટીમાં અસરકારક કામગીરી કરવા આપી સૂચના

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 11:40 PM
Share

Ahmedabad: અમદાવાદમાં રખડતા ઢોરની કામગીરી મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. જેમા ખર્ચ સામે ઢોર પકડવાની કામગીરી નહિવત હોવાનુ ધ્યાને આવ્યુ છે. ઢોર પાર્ટી પાછળ લાખો રૂપિયાના ખર્ચ છતા અસરકારક કામગીરી ન થતી હોવાનું AMCના ધ્યાને આવ્યુ છે.

અમદાવાદમાં રખડતા ઢોર મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ છે. જેમા ઢોર પકડવાના ખર્ચની સામે કામગીરી નહિવત હોવાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ છે. ઢોર પકડનાર ટીમ પાછળ એક મહિનામાં 35થી40 લાખનો ખર્ચ થયા છે. એક દિવસમાં 10 ફરિયાદની સામે 65 જેટલા ઢોર પકડાય છે. ઢોર પકડતી 21 ટીમમાં દરેક ટીમમાં પાંચથી સાત વાહનો હોય છે. આટલા મોટા પાયે સુવિધા હોવા છતા યોગ્ય કામગીરી ન થતી હોવાનું AMCના ધ્યાને આવ્યુ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા અનુસાર 21 ટીમો શહેરમાં રખડતા ઢોર પકડવા માટે કાર્યરત છે. આ ટીમ મોટા પ્રમાણમાં ઢોરપકડની કામગીરી કરે છે. પરંતુ જ્યારે ઢોર પકડવાની સંખ્યાને લઈને રહેલી વિસંગતતા દૂર કરી ઢોર પકડવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા સૂચન કરવામાં આવ્યુ છે અને શહેરને ઢોરમુક્ત કરવાની દિશામાં ઝડપી કામગીરી કરવા તાકીદ કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર પકડનાર ટીમ સાથે જોડાયેલા અધિકારીઓને અસરકારક પરિણામ માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ ! સ્કૂટીચાલક બે યુવતીઓને અડફેટે લેતા બન્નેને થઈ ગંભીર ઈજા

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યુ હતુ સોગંધનામુ

આ અગાઉ રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંધનામુ કર્યુ છે. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે અધિકારીઓની જવાબદારી તો ફિક્સ કરી છે. જેમા જિલ્લા સ્તરે કલેક્ટર જવાબદાર અધિકારી રહેશે. તો મ્યનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડે. મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારી રહેશે. નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર જવાબદાર અધિકારી રહેશે. રખડતા ઢોરના ત્રાસના કારણે થયેલા મૃત્યુ કે ઈજાના કેસમાં સરકારે જવાબદારીઓ ફિક્સ કર છે.

સુનાવણીમાં રાજ્યના DGP અને મ્યુનિસિપલ કમિશનરને પણ હાજર રહેવા આદેશ કરાયો છે. ઢોરના કારણે અકસ્માતમાં મોત બાદ વળતર મુદ્દે થશે ચર્ચા

g clip-path="url(#clip0_868_265)">