Bhavnagar: PM નરેન્દ્ર મોદી કરશે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ, રૂપિયા 4,024 કરોડના ખર્ચે CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો થશે વિકાસ

ડિસેમ્બર 2019માં કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMB (ગુજરાત મેરિટાઇમ બોર્ડ)ને પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરી હતી. ગુજરાત સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જાહેર કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલ સ્પેશીયલ પર્પસ વેહિકલ છે.

Bhavnagar: PM નરેન્દ્ર મોદી કરશે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ, રૂપિયા 4,024 કરોડના ખર્ચે CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો થશે વિકાસ
ભાવનગરમાં સીએનજી ટર્મિનલનો થશે વિકાસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 2:30 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર  (Bhavnagar) ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે.  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે વિવિધ નીતિઓના ઝડપી અમલીકરણની ખાતરી આપી છે અને આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી છે.

ડિસેમ્બર 2019માં કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMB (ગુજરાત મેરિટાઇમ બોર્ડ)ને પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરી હતી. ગુજરાત સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જાહેર કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલ સ્પેશિયલ પર્પસ વેહિકલ છે. સાથે જ વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર – RSC)નું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે.

CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની વિશેષતાઓ

આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ બંદરમાં અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પસ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ પણ હશે, જે હાલના રોડવે અને રેલ્વે નેટવર્કને સૌથી મોટા ઔદ્યોગિક ઝોન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારો સાથે જોડતી સીધી ડોર-સ્ટેપ કનેક્ટિવિટી પૂ રી પાડશે.

આ બંદર ઓછા આંતરિક અંતરની મુસાફરીમાં વધુ કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગ સાથે ઘણા આર્થિક લાભો અને ખર્ચમાં પણ બચત કરી આપશે. આ બંદર 1100 જેટલા લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે અને આનુષંગિક પોર્ટ સંબંધિત સેવાઓની તકોમાં પણ વધારો કરશે.

તદુપરાંત, CNG ઈમ્પોર્ટ ટર્મિનલ ક્લીન એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ઊર્જાનો વધારાનો વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડશે. પ્રમોટર્સ દ્વારા UAEના રાસ અલ ખાઈમાહ સ્થિત RAK ગેસ સાથે સીએનજીના પુરવઠા અને સીએનજી નિકાસ ટર્મિનલના વિકાસ માટે પહેલેથી જ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. CNGની સપ્લાય મિકેનિઝમ એકવાર કાર્યરત થઈ જાય તો તે ક્રાંતિકારી વાત હશે, જે ભારતને નાના પાયાના અને વણવપરાયેલા ગેસના જથ્થાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે.

પોર્ટનું બાંધકામ લગભગ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનાની અંદર શરૂ થઈ થશે અને 2026માં આ બંદર કાર્યરત થશે

સાથે જ વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર – RSC)નું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે.  રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં થીમ આધારિત વિવિધ ગેલેરીઓ અંતર્ગત મરિન એકવેટિક ગેલેરી, ઓટોમોબાઇલ ગેલેરી, ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી,  બાયોલોજી સાયન્સીસ ગેલેરીઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.  વડાપ્રધાન APPL કન્ટેનર (AAWADKRUPA PLASTOMECH PVT. LTD)નું પણ ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાનની ‘મેક ઈન ઈન્ડિયા’ની જાહેરાત બાદ ભારત સરકારે ભાવનગર ખાતે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબની સ્થાપના કરી હતી. પ્રથમ પ્રોટોટાઇપ કન્ટેનર 2019માં બનાવવામાં આવ્યું હતું. આવી થીમ-ગેલેરીઓ ઉપરાંત, એનિમેટ્રોનિક ડાયનોસોર, વિજ્ઞાન થીમ આધારિત ટોય ટ્રેન, નેચર એક્સપ્લોરેશન ટુર, મોશન સિમ્યુલેટર્સ, પોર્ટેબલ સોલાર ઓબ્ઝર્વેટરી અને અન્ય આવા આઉટ-ડોર ઈન્સ્ટોલેશન્સ થકી ભાવનગરનું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે સંશોધન અને એક્સપ્લોરેશન માટે એક ક્રિએટિવ પ્લેટફોર્મ પૂરું પાડશે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">