Surat : વર્ષો જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલવા માટે સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10મી મે સુધી બંધ

હાલમાં સેન્ટ્રલ (Central ) ઝોનના કોટ વિસ્તારમાં રીહેબીલીટેશનની કામગીરી હેઠળ દાયકાઓ જુની પાણી અને ડ્રેનેજની લાઈનનું નેટવર્ક બદલવાની પહેલા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Surat : વર્ષો જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલવા માટે સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10મી મે સુધી બંધ
સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10 મે સુધી બંધ(ફાઈલ તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:58 AM

ચોમાસાની (Monsoon ) સિઝન પહેલા શહેરના કોટ વિસ્તારમાં દાયકાઓ જુની પાણી (Water ) અને ડ્રેનેજના (Drainage ) નેટવર્કના નવીનીકરણની કામગીરી યુદ્ધસ્તરે શરૂ કરી દેવામાં આવી છે. જેને પગલે આજથી સુરત રેલવે સ્ટેશન પાસે સતત ટ્રાફિકથી ધમધમતા સૂર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો આગામી 10મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય પીરછડી રોડ, કાંસકીવાડ સહિતના કોટ વિસ્તારની ગલીઓમાં પણ 30મી એપ્રિલ સુધી વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. જેને પગલે આ વિસ્તારમાં આગામી 20 – 25 દિવસ સુધી ટ્રાફિકને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે.

મનપાના હાઈડ્રોલિક વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં રીહેબીલીટેશનની કામગીરી હેઠળ દાયકાઓ જુની પાણી અને ડ્રેનેજની લાઈનનું નેટવર્ક બદલવાની પહેલા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલથી પહેલા તબક્કાની કામગીરીના ભાગરૂપે લાલદરવાજા જંકશનથી રેશમ ભવન થઈ સૂર્યપુર ગરનાળા સુધી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કયા રસ્તાઓ રહેશે બંધ ?

આ કામગીરીને પગલે આગામી 10મી મે સુધી આ વિસ્તાર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. જો કે, વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ તરીકે સુર્યપુર ગરનાળાથી કતારગામ તરફ જવા માટે સુમુલ ડેરી રોડ જ્યારે પોદ્દાર આર્કેડ વૈશાલી થઈ અલ્કાપુરી બ્રિજ પર થઈ કતારગામ જવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી ચે. આ સિવાય લાલ દરવાજા જંકશન પર જવા માટે સુર્યપુર ગરનાળાથી રેલવે સ્ટેશન થઈ દિલ્હીગેટનો રસ્તો ખુલ્લો રહેશે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

આ પ્રમાણે પીરછડી રોડથી ગોળવાળા ચકલા થઈ કાંસકીવાડ ચાર રસ્તા તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડી રોડ થઈ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ જદાખાડી થઈ ભવાની માતાજી મંદિર થઈ રોયલ બેકરી થઈ કાંસકીવાડ, ચાર રસ્તા તરફ જઈ શકશે.

પાલિકાની કામગીરી દરમિયાન માળી ફળિયુ, મસ્કતિ હોસ્પીટલની ગલી પીરછડીરોડથી મસ્કતિ હોસ્પીટલ તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડીરોડથી દારૂખાના રોડ થઈ રાજમાર્ગ થઈ મસ્કતી હોસ્પીટલ તરફ જઈ શકાશે. તે મુજબ મસ્કતી હોસ્પીટલથી ગોળવાડા ચકલા થઈ માળી ફળિયા થી પીરછડી રોડ તરફ રાજમાર્ગ થી ભાગળ ચાર રસ્તા થઈ પીરછડી રોડ તરફ જઈ શકશે. આ ઉપરાંત વાહન અને રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે.

આવી જ રીતે બેગમપુરા મેઈન રોડ, પ્રગતિ સ્કૂલથી ફાલસાવાડી ચાર રસ્તા સુધી આવતા અને જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પ્રગતિ સ્કૂલ થી નવાબવાડી રોડ થઈ બોબી રસ સેન્ટર થઈ સલાબતપુરા પંપીગ સ્ટેશન થઈ સલાબતપુરા મેઈન રોડ થઈ દાણાપીઠ મેઈન રોડ થઈ ગણેશ આમલેટ તરફ જઈ શકશે. તે મુજબ ગણેશ આમલેટ થી ફાલસાવાડી મેઈન રોડ થઈ સુરત ટોકીઝ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક થઈ પ્રગતિ સ્કુલ તરફ જઈ શકાશે.

આ પણ વાંચો :

Surat: રૂપિયા 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી, 6 આરોપી પકડાયા

સુરત : પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">