Bhavnagar : શિક્ષણ મુદ્દે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો

|

Apr 20, 2022 | 10:43 PM

ગુજરાતના આપ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ભાવનગર શહેરના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ભાવનગર કલેકટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા જેમાં દરેક વાલીઓને સીધી સ્પર્શતી બાબતોને આમ આદમી પાર્ટીએ મુદ્દો બનાવ્યો હતો 

Bhavnagar : શિક્ષણ મુદ્દે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો
Bhavnagar Gopal Italia Give Memorandum To Collector

Follow us on

ગુજરાતના ભાવનગર(Bhavnagar) શહેરમાં શિક્ષણ(Education) મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ(Gopal Italia) અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે. સાથે જ શાસક અને વિપક્ષ ને આડે હાથ લઈ બંને ના રાજમાં શિક્ષણનો વેપાર વધ્યો છે. તેમજ સરકારી શાળાઓને બરબાદ કરીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પ્રાઈવેટ શાળાઓ ચલાવવા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવ્યા હતા, સાથે જ ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતા ડોનેશનને બંધ કરવાની માંગ કરી હતી આમ આદમી પાર્ટી એ કરી હતી જો આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

પ્રાઈવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવા આવેદન

ગુજરાતના આપ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ભાવનગર શહેરના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ભાવનગર કલેકટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા જેમાં દરેક વાલીઓને સીધી સ્પર્શતી બાબતોને આમ આદમી પાર્ટીએ મુદ્દો બનાવ્યો હતો  અને શાળાઓની મનમાની સામે પગલાં લેવા રજૂઆત કરી હતી, પ્રાઈવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવા, ડોનેશન પ્રથા બંધ કરવા અને ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવા, યુનિફોર્મ પુસ્તકો, નોટબુક ચોક્કસ દુકાનેથી જ ખરીદવા તેમજ એફઆરસી કમિટીમાં વાલીઓને સભ્ય તરીકે સ્થાન આપવા સહિતના મુદ્દાઓ ને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. સાથે જ જો આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી

આ પણ વાંચો :  ગુજરાતમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી, ગુરુવારથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમની શરૂઆત

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ પણ વાંચો :  ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા PM MODI

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article