Bhavnagar : કોરોના રસીકરણ વધારવા તંત્રએ કવાયત હાથ ધરી
ભાવનગરના ગામડાઓમાં રસીકરણમાં અનેક બાધા સામે આવી રહી છે. અંધશ્રદ્ધા, અફવા અને કેટલીક જ્ઞાતિના લોકો ગેરમાન્યતાના કારણે રસીકરણની ગતિ ધીમી પડે છે.
ભાવનગર(Bhavnagar) શહેર અને જિલ્લામાં ઓછા કોરોના (Corona) રસીકરણ બાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. શહેર અને જિલ્લામાં રસીકરણ વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે. ખાસ કરીને ભાવનગરના ગામડાઓમાં રસીકરણમાં અનેક બાધા સામે આવી રહી છે. અંધશ્રદ્ધા, અફવા અને કેટલીક જ્ઞાતિના લોકો ગેરમાન્યતાના કારણે રસીકરણની ગતિ ધીમી પડે છે.
પરંતુ તંત્ર દ્વારા ગામડાઓમાં આગેવાનોને સાથે રાખીને જ્યારે કે ચોક્કાસ જ્ઞાતિના લોકોને સમજાવવા માટે જે-તે જ્ઞાતિના આગેવાનોને આગળ કરી રસીકરણ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે..
ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર પૂર્વે વહીવટી તંત્રએ રસીકરણને વેગવાન બનાવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં રસીકરણ ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. પરંતુ ભાવનગર, જામનગર, જૂનાગઢમાં રસીકરણ અત્યંત ઓછું થયું છે.
કોરોનાના ઓછા રસીકરણ પાછળ લોકો અને આરોગ્ય તંત્રની ઉદાસીનતા જવાબદાર છે. કોવિડ પોર્ટલ પ્રમાણે ભાવનગરના શહેરી વિસ્તારમાં 5 લાખ 660 ડોઝ અપાયા છે. ભાવનગર મનપામાં વિપક્ષી નેતાએ ઓછા રસીકરણ બદલ ભાજપ સત્તાધીશોની અણઆવડતને જવાબદાર ગણાવી. તો મ્યુનિસિપલ કમિશનરે લોકોને આળસ છોડીને રસી મુકાવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : Teacher’s Day : ભુજના અનોખા શિક્ષક, જેમણે કોરોનાકાળમાં પણ અંતરિયાળ ગામમાં જઈને શિક્ષણ આપ્યું
આ પણ વાંચો : SURAT : ઉધનાની શાળામાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 7 દિવસ બંધ કરવામાં આવી