Bhavnagar: 108ની અમૂલ્ય એવી આરોગ્ય સેવા ભાવનગરના પાલિતાણાની મહિલા માટે મૂલ્યવાન સાબિત થઈ

આપત્તિ અને મુશ્કેલીના સમયમાં 108ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે. તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો છે. જેમાં પાલીતાણાની એક મહિલાને અચાનક જ પ્રસવ પીડા ઉપડતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવી પડે તેમ હતી.

Bhavnagar: 108ની અમૂલ્ય એવી આરોગ્ય સેવા ભાવનગરના પાલિતાણાની મહિલા માટે મૂલ્યવાન સાબિત થઈ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: May 27, 2022 | 8:35 PM

Bhavnagar: આપત્તિ અને મુશ્કેલીના સમયમાં 108ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે. તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો છે. જેમાં પાલીતાણાની એક મહિલાને અચાનક જ પ્રસવ પીડા ઉપડતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવી પડે તેમ હતી. પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામની 25 વર્ષની સગર્ભા પ્રભાબેન સોલંકીનો કેસ મળતાં જ પાલીતાણા 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી શ્રી કેવલ ડોડીયા અને પાયલોટ સંદિપસિંહ સોઢા તુરંત જ ગરાજીયા ગામ જવા માટે નીકળી ગયાં હતાં.

પાલીતાણાની હોસ્પિટલ સુધી પહોંચતા જ આ મહિલાને અચાનક પ્રસુતિના વધુ પ્રશ્નો ઉભા થતાં તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેથી સમયનો તકાજો જોઈને એમ્બ્યુલન્સમાં આ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108ની સમયસૂચકતાને કારણે અને તાત્કાલિક સારવાર મળવાને કારણે માતા અને બાળકી બંનેનો જીવ બચાવી શકાયો હતો. સગર્ભાના પતિશ્રી જયસુખભાઈ સોલંકીએ 108ની આ ત્વરિત કામગીરીને બિરદાવીને 108 સેવાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, જો સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર કરવામાં ન આવી હોત તો બાળક સાથે માતાનો જીવ પણ જોખમમાં મુકાઈ જાત. રાજ્ય સરકારની 108ની સેવાનો અમારાં જેવાં અનેક પરિવારોને લાભ મળે છે તેમ જણાવીને તેમણે રાજ્ય સરકારની આ અમૂલ્ય એવી મૂલ્યવાન સેવાનો આભાર માન્યો હતો.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિકાસ ગૃહની દીકરીનું કર્યું કન્યાદાન

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને દીકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો ખ્યાલ રાખીને તેના લગ્ન કરાવતા હોય છે. પરંતુ સમાજમાં એવી પણ દીકરીઓ છે કે જેનું કોઈ નથી અને અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં નાનપણથી મોટી થાય છે. આવી દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન મળે, માતા-પિતાનો પ્રેમ મળે અને લગ્નની યોગ્ય સમયે લગ્ન કરીને સમાજજીવનમાં સ્થાપિત થાય તે જરૂરી છે. રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">