Bhavnagar: કલેકટર કચેરી ખાતે મોંઘવારીને લઈને મહિલા અને બાળકોનું વિરોધ પ્રદર્શન

|

Mar 25, 2021 | 6:38 PM

દેશમાં મોંઘવારી વધી રહી  છે. તેવા સમયે દેશમાં સામાન્ય લોકો આ મોંધવારીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ આ સમયે ગુજરાતના ભાવનગર ખાતે સામાન્ય લોકોએ કલેકટર કચેરી ખાતે પ્લે કાર્ડ સાથે મહિલા અને બાળકોએ મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

Bhavnagar: કલેકટર કચેરી ખાતે મોંઘવારીને લઈને મહિલા અને બાળકોનું વિરોધ પ્રદર્શન
ભાવનગર કલેકટર કચેરી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન

Follow us on

દેશમાં મોંઘવારી વધી રહી  છે. તેવા સમયે દેશમાં સામાન્ય લોકો આ મોંધવારીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ આ સમયે ગુજરાતના ભાવનગર ખાતે સામાન્ય લોકોએ કલેકટર કચેરી ખાતે પ્લે કાર્ડ સાથે મહિલા અને બાળકોએ મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ગુરુવારે  Bhavnagar કલેકટર કચેરી ખાતે મોંઘવારીને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ આવેદન પત્ર આપવા પહોંચી હતી. જેમાં આવેદન પત્ર આપવામાં સામેલ મહિલાઓએ કહ્યું હતું રાજ્યમાં અને શહેરમાં ફેલાયેલી કોરોનાની આ મહામારીને લઈને રોજગારી છીનવાઈ ગઈ છે અને ફરી રોજગારી મેળવવાનો પ્રશ્ન વ્યાપક બન્યો છે.

 

આ મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે કોરોનાનાકાળ બાદ હાલ કેવી રીતે જીવન નિર્વાહ કરવો તે એક સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. તેમજ રોજગારી છીનવાય જતાં અને બચતો પણ પૂર્ણ થઈ છે. તેવા સમયે નવી રોજગારી મેળવવી પણ મુશ્કેલ બની છે. હાલના સંજોગોના શોધવા છતાં પણ કામ મળતું નથી. આ ઉપરાંત મોંઘવારીએ માઝા મૂકતા હાલ ઈંધણ તરીકે ઉપયોગના લેવાતા ગેસના સિલિન્ડર, રોજબરોજ ઉપયોગમાં લેવાતી શાકભાજી અને ખાધતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે હવે એ દિવસો દૂર નથી કે જે દિવસે દિવસમાં એક જ સમયનું ભોજન મળશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Bhavnagar કલેકટર કચેરી ખાતે  મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારીની સમસ્યા સામે કેવી રીતે લડવું અને તેમજ જો સરકાર સામે વિરોધ કરો તો રાષ્ટ્દ્રોહનો ગુન્હો લાગી જશે તેવી બીકના પગલે અમે અમારી તકલીફને જાહેરમાં વ્યક્ત કરી શકતા નથી, તેવા સમયે અમે મૂંઝવણમાં છીએ અને શું કરવું ? ક્યાં જવું ? અને કોને કહેવું ? એજ સમજાતું નથી. આ મહિલાઓએ કહ્યું કે સરકારને અમારી અપીલ છે અમને આ તકલીફમાંથી ઉગારો.

 

હાલ જોવાએ જઈએ તો દેશમાં કોરોનાકાળ બાદ મોંઘવારીએ માઝા મૂકી છે. જેમાં ખાસ કરીને રોજબરોજના જીવનમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા રાંધણગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમજ સરકારે તેની પર અપાતી સબસીડી પણ બંધ કરી દીધી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની આડકતરી અસર રોજબરોજની ચીજવસ્તુમાં ભાવવધારો થઈ રહ્યો છે. તેમજ હાલ લોકો એક તરફ કોરોના લીધે રોજગાર ગુમાવી ચૂક્યા છે અને જેમની પાસે છે તેમની આવકમાં ઘટાડો થયો છે અને બીજી તરફ મોંઘવારી વધી રહી છે.

 

આ પણ વાંચો: માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભક્તોએ આપ્યું દિલ ખોલીને દાન, 20 વર્ષમાં અર્પણ કરાયું આટલું સોનું-ચાંદી

Published On - 6:38 pm, Thu, 25 March 21

Next Article