માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભક્તોએ આપ્યું દિલ ખોલીને દાન, 20 વર્ષમાં અર્પણ કરાયું આટલું સોનું-ચાંદી

માતા વૈષ્ણો દેવી મંદિરમાં કરોડો રૂપિયાના સોના-ચાંદી દર વર્ષે દાન તરીકે અર્પણ કરવામાં આવે છે. એક આરટીઆઈ અનુસાર, વર્ષ 2000 થી 2020 દરમિયાન છેલ્લા 20 વર્ષમાં માતા વૈષ્ણો દેવીને દાન તરીકે 1,800 કિલોથી વધુ સોનું અને 4,700 કિલો ચાંદી ભેટ સ્વરૂપે મળ્યું છે.

  • tv9 webdesk33
  • Published On - 17:34 PM, 25 Mar 2021
માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભક્તોએ આપ્યું દિલ ખોલીને દાન, 20 વર્ષમાં અર્પણ કરાયું આટલું સોનું-ચાંદી
માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભક્તોએ આપ્યું દિલ ખોલીને દાન

દાન આપવું એ ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો  છે. ભક્તો અને ભક્તો દેશભરના મંદિરોમાં પ્રસાદરૂપે રૂપિયા, સોના-ચાંદી અર્પણ કરે ક છે. Mata Vaishnodevi મંદિરમાં કરોડો રૂપિયાના સોના-ચાંદી દર વર્ષે દાન તરીકે અર્પણ કરવામાં આવે છે.

એક આરટીઆઈ અનુસાર, વર્ષ 2000 થી 2020 દરમિયાન છેલ્લા 20 વર્ષમાં માતા વૈષ્ણો દેવીને દાન તરીકે 1,800 કિલોથી વધુ સોનું અને 4,700 કિલો ચાંદી ભેટ સ્વરૂપે મળ્યું છે. આ ઉપરાંત ભક્તોએ દાન પેટે લગભગ 2000 કરોડ આપ્યા છે.

દાન અંગે આરટીઆઈમાં મળી માહિતી
આ આરટીઆઈ કુમાઉના આરટીઆઈ એક્ટિવિસ્ટ હેમંત ગૌનીયાએ ફાઇલ કરી હતી. એક સમાચાર પત્રને  હેમંતે કહ્યું કે, દાનની માહિતી મેળવવા માટે તેમણે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં આરટીઆઇ દાખલ કરી હતી. બાદમાં આ આરટીઆઈ કટરા ખાતે આવેલ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડને મોકલવામાં આવી હતી.

તેમણે કહ્યું, ‘હું જાણવા માંગતો હતો કે આ વર્ષો દરમિયાન મંદિરને દાન તરીકે કેટલું ધન પ્રાપ્ત થયું. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લે છે. મને અપેક્ષા નહોતી કે મંદિરને વર્ષોથી સોના, ચાંદી અને રોકડ રૂપે આટલી મોટી રકમ દાનમાં પ્રાપ્ત થઈ છે.

આ મંદિર હિન્દુ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે
વૈષ્ણો દેવી મંદિર હિન્દુ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. બારીદરો વર્ષોથી આ મંદિરની પૂજા અને સંચાલન કરી રહ્યા હતા, પરંતુ 1986 માં સરકારે તેને તેમના નિયંત્રણમાં લઈ શ્રાઇન બોર્ડની રચના કરી. ત્યારથી આ બોર્ડ મંદિરની દેખરેખ તે રાખે છે અને તેનું સંચાલન કરે છે.

મંદિર પર કોરોના સંકટની અસર
Mata Vaishnodevi મંદિર પર પણ કોરોના રોગચાળાની અસર પણ  જોવા મળી હતી. જેમાં આરટીઆઈમાં બહાર આવ્યું છે કે કોરોનાને કારણે ભક્તોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2000 થી અહીં દર વર્ષે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

વર્ષ 2018 અને 2019 માં આ સંખ્યા વધીને 80 લાખ થઈ ગઈ છે. જ્યારે વર્ષ 2020 માં માત્ર 17 લાખ ભક્તો મંદિરના દર્શન માટે આવ્યા હતા. માતા વૈષ્ણો દેવી મંદિરમાં  કોરોના સંકટને કારણે ભક્તોની સંખ્યામાં 78 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Ram Gopal Varmaએ ‘Thalaivi’નું ટ્રેલર જોઈને Kangana Ranautની માગી માફી, કહ્યું ‘હું તમને સલામ કરું છું’