Bhavnagar : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સર તખ્તસિંહ હોસ્પિટલમાં કર્યું બે ઑક્સીજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે પહેલી જ કેબિનેટ બેઠકમાં હેલ્થ અને સુરક્ષા માટે ૨૩ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં દેશમાં દરેક હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા પૂરી કરવામાં આવી શકશે

Bhavnagar : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સર તખ્તસિંહ હોસ્પિટલમાં કર્યું  બે ઑક્સીજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ
Union Minister Mansukh Mandaviya Virtually inaugurates Two Oxygen Plants at Bhavnagar
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:06 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગર(Bhavnagar)  હોસ્પિટલમાં સ્થાપિત  બે ઑક્સીજન પ્લાન્ટ( Oxygen Plant) નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ ૨ કરોડ ૫૩ લાખના ખર્ચે કંડલા પોર્ટના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે. ભાવનગરમાં સર તખ્તસિંહ હોસ્પિટલ  ખાતે દર્દીઓ માટે બે-ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દ્વારા એક મિનિટમાં બે હજાર લિટર ઓક્સિજન ઉત્પાદન થઈ શકશે.

ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે ભાવનગર હોસ્પિટલમાં ખાતે બે-ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ

સ્વાભાવિક છે કે કોરોનાની બીજી લહેરમાં રાજ્ય તેમજ ભાવનગર જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી અનેક કોરોના દર્દીઓના મોત પણ નિપજયા હતાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલ દેશમાં કોરોનાની બીજી લહેર ડોક્ટરોના અથાક પ્રયત્નોથી કાબૂમાં આવી છે. પરંતુ તજજ્ઞો દ્વારા ત્રીજી લહેરની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે જેની ગંભીરતાને લઇ સરકાર દ્વારા ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે ભાવનગર હોસ્પિટલમાં ખાતે બે-ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશમાં દરેક હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા પૂરી કરવામાં આવી શકશે

આ પ્લાન્ટનું કામ માત્ર એક મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે, વધુમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે પહેલી જ કેબિનેટ બેઠકમાં હેલ્થ અને સુરક્ષા માટે ૨૩ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં દેશમાં દરેક હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા પૂરી કરવામાં આવી શકશે. કોરોના સામેની લડાઈમાં સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક બનાવવા સૌ સાથે મળીને લડીશું તો અવશ્ય કોરોના પર વિજય હાંસિલ કરીશું.

આ વર્ચ્યુઅલ લોકાર્પણ ભાવનગર હોસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના સાંસદ, પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્ય, મેયર, પંડિત દિનદયાળ પોર્ટના અધિકારીઓ તેમજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, ડોક્ટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું સાથે જ ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા મ્યુકર માઇકોસીસ વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી જે વોર્ડમાં 70 લાખના ખર્ચે સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ગ્રાન્ટ માંથી આધુનિક મશીન દર્દીઓ માટે સજ્જ કરી દેવામાં આવ્યું છે. આ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરી રહેલા પંડિત દિન દયાળ પોર્ટના અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : જેની એક ઓવરે ભારતની હારને જીતમાં ફેરવી દીધી, જાણો એ દીપ્તિ શર્માએ શું કહ્યું દબાણમાં રમવા વિશે

આ પણ વાંચો : તમે ઘરની અગાસીના ઉપયોગથી કમાઇ શકો છો હજારો રૂપિયા, જાણો સમગ્ર વિગત 

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">