Surat: સાયબર ક્રાઈમના કેસોમાં ઘટાડો કરવા પોલીસ દ્વારા “સાયબર સંજીવની”ની પહેલ

સાયબર ક્રાઈમના ભોગ બનવાના કિસ્સામાં થતી કાયદેસરની કાર્યવાહી તથા તેઓની જવાબદારી વિશે પણ આ સ્પર્ધાના માધ્યમથી જાગૃત કરવામાં આવશે.

Surat: સાયબર ક્રાઈમના કેસોમાં ઘટાડો કરવા પોલીસ દ્વારા સાયબર સંજીવનીની પહેલ
surat police
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:43 PM

આજના આધુનિક યુગમાં લોકો ઈન્ટરનેટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યા છે, તેથી નાગરીકોને સાયબર ફ્રોડથી બચાવવા અને લોકો પોતાની જાતેજ સ્પર્ધા દ્વારા જાગૃત થાય તે માટે સુરત પોલીસે “સાયબર સંજીવની “(Cyber Sanjeevani)ની પહેલ શરૂ કરી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ભારતભરમાં દિનપ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને ફ્રોડ કરનાર વ્યક્તિઓ અવનવી એપોથી સાયબર ફ્રોડ કરતા હોય છે, તેવામાં લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે અને લોકો સાયબર ફ્રોડથી બચી શકે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ‘સાયબર સંજીવની’ અભિયાન શરૂ કર્યું છે.

સાયબર ક્રાઈમના ભોગ બનવાના કિસ્સામાં થતી કાયદેસરની કાર્યવાહી તથા તેઓની જવાબદારી વિશે પણ આ સ્પર્ધાના માધ્યમથી જાગૃત કરવામાં આવશે અને સાયબર સંજીવનીનો ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી સુરત શહેર પોલીસ (Surat police) “સાયબર સેફ સુરત” બનાવવાનું નક્કી કર્યુ છે.

લોકોને સાયબર ક્રાઈમની વિવિધ મોડસ ઓપરેન્ડી વિશે માહિતગાર કરવામાં આવશે, સાથે લોકોમાં સાયબર ક્રાઈમ સંબંધિત માહિતી ફેલાવી સાયબર ક્રાઈમની સંખ્યામાં ઘટાડો કરવાનો ટાર્ગેટ છે. ડીજીટલ ઈન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા સુરત પોલીસ મદદ કરશે.

વધુમાં સુરત પોલીસ દ્વારા વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો સામે આવે અને ફરિયાદ નોંધાવે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં એક PSI અને ત્રણ માણસોને સાયબરને લગતી સ્થાનિક લેવલે ટ્રેનિંગ આપવામાં આવી અને જેથી પોલીસ સ્ટેશન લેવેલે નાની મેટરોનો નિકાલ કરવા આવે.

સુરત પોલીસે અત્યાર સુધી કેટલા ગુનાઓ નોંધ્યા અને કેટલા ગુના ઉકેલાયા તેની આ વિગત જાણો

સુરત શહેરમાં સાયબર ક્રાઈમના 203 કેસ નોંધાયા હતા. જે પૈકી 70 ગુના ડિટેકટ થયા હતા. જેમાં 1,34,17,380 રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ ગુના નોંધાયા છે.

આ પણ વાંચો :Surat : શહેરમાં ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ, ગાઇડલાઇન પ્રમાણે ઉજવાશે ગણેશોત્સવ

આ પણ વાંચો : લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે

g clip-path="url(#clip0_868_265)">